ગુજરાત

gujarat

ETV Bharat / state

મહુધા ખાતે ખેડા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવાણી કરાઈ - ધ્વજવંદન

ખેડાના મહુધા ખાતે જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કલેકટર આઈ. કે. પટેલ દ્વારા તિરંગો લહેરાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

kheda district level republic day 2020 celebration in mahudha
ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહીત નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા

By

Published : Jan 26, 2020, 5:05 PM IST

ખેડાઃ પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાએ મહુધા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. મહુધામાં નગીનાવાડી મેદાન ખાતે જિલ્લા કલેકટર આઈ. કે. પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

સલામી પરેડ અને માર્ચ પાસ્ટ યોજવામાં આવી

આ ઉજવણીના ભાગરૂપે સલામી પરેડ અને માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સ્વાતંત્ર સેનાનીઓનું સન્માન, વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશંસાપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ વિભાગોના ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

મહુધા ખાતે ખેડા જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક દિવસની ઉજવાણી કરાઈ

વિવિધ શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું

ધ્વજવંદન કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, અગ્રણીઓ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહીત નાગરિકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details