ખેડાઃ રાજ્યમાં વિવિધ સ્થળોએ લોકરક્ષક દળની ભરતીના પરિપત્રનો વિરોધ થઇ રહ્યો છે. નડિયાદ ખાતે પણ સરકારના પરિપત્રનો વિરોધ નોંધાવ્યો હતો.
લોકરક્ષક દળ પરિપત્ર મુદ્દે ખેડા જિલ્લા કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર - Congress Bakshpanch Morcha
ખેડા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં સરકારની અનામતની જોગવાઈના પરિપત્રનો વિરોધ નોંધાવી નડિયાદ ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરિપત્ર રદ્દ કરવાની માગ કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
ખેડા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચા દ્વારા લોકરક્ષક દળની ભરતીમાં અનામતની જોગવાઈના પરિપત્રનો વિરોધ કરી SC, ST અને OBCને થયેલા અન્યાયને લઈને કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ સરકારના નવા પરિપત્રમાં દેશની બંધારણની જોગવાઈની 16(4)નો ભંગ થતો હોવાનું જણાવી પરિપત્ર રદ્દ કરવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહિલા ઉમેદવારો દ્વારા સરકારના નવા જાહેર કરેલા પરિપત્રથી તેમને થયેલા અન્યાયને લઈ અગાઉ પણ આંદોલનો કરવામાં આવ્યા છે.