ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા કોરોના અપડેટઃ 7 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 1019 - કઠલાલ

ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા 7 પોઝિટિવ કેસના કારણે કુલ કેસની સંખ્યા 1019 થઈ છે.

ખેડા કોરોના અપડેટ
ખેડા કોરોના અપડેટ

By

Published : Sep 6, 2020, 10:59 PM IST

ખેડાઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારના રોજ જિલ્લામાં કોરોનાના 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી ખેડા જિલ્લામાં કુલ 1019 કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે. જેમાંથી 949 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

7 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 1019

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડીયાદ સહિત સમગ્ર જિલ્લામાં રોજબરોજ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જિલ્લા તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. જેને પગલે જિલ્લામાં કેસો તો વધી રહ્યા છે, પરંતુ એક રાહત છે કે, દર્દીઓના વધવાના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

ખેડા કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 1019
  • કુલ સક્રિય કેસ - 55
  • કુલ ડિસ્ચાર્જ - 949
  • કુલ નેગેટીવ રિપોર્ટ - 15795
  • પેન્ડિગ રિપોર્ટ - 164

ખેડા જિલ્લામાં રવિવારે નડીયાદમાં 4 તેમજ કપડવંજ, કઠલાલ અને મહુધામાં 1-1 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 1019 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 949 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 55 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 16,863 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 15795 નેગેટિવ અને 1019 પોઝિટિવ જ્યારે 164 સેમ્પલના રિઝલ્ટ પેન્ડિંગ છે.

ABOUT THE AUTHOR

...view details