ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના મહુધા તાલુકાની આંગણવાડીઓની ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ - ખેડા તાલુકા વિકાસ અધિકારી

ખેડા જિલ્લાના મહુધા શહેર તેમજ તાલુકાની આંગણવાડીઓની તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આંગણવાડીઓમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સુવિધાઓ તેમજ સાધન સામગ્રી ઉપલબ્ધ છે કે નહીં, તેમજ તેની જાળવણી અને સારસંભાળ તથા વિનામૂલ્યે પોષણક્ષમ આહાર અને સુખડી વિતરણ સહિતના વિવિધ મુદ્દે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.

kheda
ખેડા

By

Published : Sep 5, 2020, 6:58 AM IST

ખેડા: કોરોના કાળમાં સરકાર દ્વારા આંગણવાડી મારફતે બાળકોને વિનામૂલ્યે સુખડી વિતરણ કરવામાં આવી રહી છે. જેમાં મહુધાની કેટલીક આંગણવાડીઓ દ્વારા તેના બિલ મુકવામાં આવ્યા હતા. જેને પગલે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર તાલુકાની આંગણવાડીઓની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આંગણવાડીથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતી સુખડી સહિતની પોષણક્ષમ આહાર સામગ્રી અંગે તેમજ આંગણવાડીમાં આપવામાં આવેલા રમત-ગમતના સાધન સહિતની સામગ્રી અને અન્ય સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. તેમજ તેની જાળવણી બરાબર કરવામાં આવી રહી છે કે, કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ હતી.

ખેડાના મહુધા તાલુકાની આંગણવાડીઓની ટીડીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ
મહત્વનું છે કે, તપાસ દરમિયાન કેટલીક આંગણવાડીઓ દ્વારા સુખડી વિતરણ કરવામાં આવી નથી, તો કેટલીક આંગણવાડીમાં સાધનો ખરાબ હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવા રિપોર્ટ કરવામાં આવશે તેમ જણાવાયું હતું. જોકે, કેટલીક આંગણવાડીઓ પાસે ગંદકીના ઢગ પણ જોવા મળ્યા હતા. જે અંગે આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details