નડિયાદ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાના ઓડીટોરીયમ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.જિલ્લામાં જે દંપતીઓને સંતાનમાં ફકત 2 દિકરીઓ હોય તેમને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જાગાણીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં આશા ફેસીલીટેટર દ્વારા બેટી બચાવો અન્વયે ગર્ભવતી માતા, જન્મ લેનાર દીકરીના પિતા અને ગર્ભમાં રહેલ દીકરીની માનસિક સ્થિતિ દર્શાવતુ સંવેદનાસભર નાટકની પ્રસ્તૃતિ દ્વારા સમાજને ગર્ભમાં રહેલ દીકરીની મનોવ્યથા દર્શાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં જે દંપતિઓને સંતાનમાં ફકત 2 દિકરીઓ છે, તેવા દંપતીઓને શાલ, બુકે અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લામાં ૧૮ ગામો એવા છે કે જયાં દિકરા કરતા દિકરીનો જન્મનો રેશીયો વધારે છે તેવા ગામોના સરપંચોને પણ દિકરીઓના જતન માટે સન્માનિત કરાયા હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે જણાવ્યુ હતુ કે,આદિકાળથી મનુષ્ય દેવીઓની પૂજા અર્ચના કરતો આવ્યો છે. પરંતુ જયારે ઘરમાં દિકરી રૂપી દેવી અવતરે છે, ત્યારે કોણ જાણે કેમ ચિંતાતુર થઇ જાય છે, તે સમજાતુ નથી.આજે સમાજ પહેલા કરતાં પણ ખૂબ જ શિક્ષિત થયો છે, નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતો થયો છે. પરંતુ દિકરીઓની બાબતમાં તો પહેલા કરતાં પણ રૂઢિચુસ્ત થયો હોય તેમ જણાય છે.