- ચીફ ઓફિસર વગર નગરજનોને કરવો પડે છે હાલાકીનો સામનો
- યાદી પ્રસિદ્ધ થઈ શકી નથી
- દાખલા વગર ઉમેદવારો અટવાયા
ખેડા: ઠાસરા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉમેદવારી માટે દાખલા મેળવવા ઉમેદવારો અટવાયા છે. જે રોજ નગર પાલિકાની કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ચીફ ઓફિસરની ગેરહાજરીને પગલે નગરજનોના દાખલા સહિતના અનેક કામો અટવાયા છે. આ સાથે જ નગરપાલિકાની રોજીંદી કામગીરી પણ અટકી પડી છે. આવી અનેક મુશ્કેલીઓ નગરજનો છેલ્લા કેટલાક દિવસોથી અનુભવી રહ્યા છે.