ખેડાઃ ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે કાંતિભાઈએ કોંગ્રેસથી નારાજ ન હોવાનું તેમજ કોંગ્રેસમાં જ હોવાનું જણાવ્યું હતું. રાજીનામું આપવામાં આવ્યું હોવાની વાતને માત્ર અફવા ગણાવી હતી. તેમણે કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહેવાનો છું: MAL કાંતિ પરમાર - કોંગ્રેસ ધારાસભ્ય
ખેડાના ઠાસરના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાતે જોર પકડ્યું છે. આની વચ્ચે તેમણે ખુલાસો કર્યો છે કે, હું કોંગ્રેસમાં જ છું. જોકે રાજ્યસભા ચૂંટણીને કારણે હાલ ગુજરાત રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે.
kantibhai parmar
રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો સંપર્ક વિહોણા થતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. જે વચ્ચે ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહિતના ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ચર્ચાએ જોર પકડયું છે. જોકે કોંગ્રેસના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમારે પોતે કોંગ્રેસથી નારાજ હોવાની વાતને અફવા ગણાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે," હું કોંગ્રેસને વફાદાર છું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસમાં જ રહીશ. રાજીનામું આપવાની વાત અફવા છે."