અચાનક પલટાયેલા વાતાવરણને લઈને ખેડાના નડિયાદ, કઠલાલ તેમજ કપડવંજ સહિતના વિવિધ વિસ્તારોમાં વાવઝોડુ તેમજ કમોસમી વરસાદ થયો હતો, તો કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા છાંટા પડ્યા હતા.
ખેડામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદના, ખેતીના પાકને નુકસાન - rain
ખેડા: છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદ તેમજ વાવઝોડાને લઇને ખેતીના પાકમાં નુક્સાનની ભીતિથી છે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
સ્પોટ ફોટો
વરસાદને લઇ એક તરફ જીલ્લામાં વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમીથી છુટકારો મળ્યો હતો, તો બીજી તરફ કમોસમી માવઠાને કારણે આંબાવાડિયામાં આંબા પરથી કેરીઓ ખરી પડી હતી. વરસાદ તેમજ વાવાઝોડાને કારણે ખેતીના પાકમાં નુકશાન થવાની ભીતિને પગલે ખેડાના ખેડૂતોમાં ચિંતાની વ્યાપી રહી છે.