ખેડા : ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ હાલ વિવિધ (Gujarat Election 2022) પક્ષોના ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે મહુધાના ચુણેલ ખાતે પરેશ રાવલે જાહેર સભા સંબોધી હતી. પરેશ રાવલને તેમની આગવી શૈલીમાં સાંભળવા સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. ત્યારે આ સભામાં પરેશ રાવલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા. (Paresh Rawal visit Kheda)
ચુણેલમાં પરેશ રાવલે કોંગ્રેસ અને કેજરીવાલ પર માર્યા ચાબખા - Gujarat Election 2022
ખેડા જિલ્લાના મહુધાના ચુણેલ ગામે ફિલ્મ અભિનેતા પરેશ રાવલની (Kheda Assembly candidate) જાહેર સભા યોજવામાં આવી હતી. મહુધા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સંજયસિંહ મહીડાના પ્રચાર માટે યોજાયેલી જાહેર સભામાં પરેશ રાવલે કોંગ્રેસ અને કેજરીવાલ પર ચાબખા મારતા ભાજપ ઉમેદવારને જીતાડવા અપીલ કરી હતી. (Gujarat Assembly Election 2022)
શું પરેશ રાવલે જંગ જનમેદની સંબોધતા પરેશ રાવલે જણાવ્યું હતું કે, મારી દ્રષ્ટિએ સરદાર પટેલ દેશના બીજા (Kheda Assembly candidate) રાષ્ટ્રપિતા છે. રાષ્ટ્રપિતા ગાંધીજીએ દેશને આઝાદી અપાવી, પરંતુ દેશને એક કરનાર સરદાર પટેલ ના હોત તો આઝાદીનું આપણે શું કરતા આઝાદી કંઈ કામની નહોતી. તેમ જણાવી મારી નજરે સરદાર પટેલ બીજા રાષ્ટ્રપિતા છે તેમ જણાવ્યું હતું. તે જ પ્રમાણે આ આધુનિક ગુજરાત કે જેમાં ટેક્નોલોજી છે, સલામતી છે, ધંધો છે આ વિકાસ કરતા આધુનિક ગુજરાતના પિતા છે નરેન્દ્ર મોદી તેવું જણાવ્યું હતું. (Paresh Rawal sabha in Kheda)
કોંગ્રેસ અને કેજરીવાલ પર ચાબખાપરેશ રાવલે જાહેર સભા સંબોધતા કોંગ્રેસ અને કેજરીવાલની આકરા શબ્દોમાં (Paresh Rawal attacked Congress in Kheda) ઝાટકણી કાઢી હતી. મોદીએ ગુજરાત બનાવ્યું છે, ત્યારે આવી લીલીવાડીમાં ભૂંડ ચરવા આવે તો ચલાવી ન લેવાય તેમ જણાવી તેમણે કોંગ્રેસ અને કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલ જ્યારે મોઢું ખોલે છે ત્યારે જુઠ્ઠું બોલે છે તેમ જણાવી કેજરીવાલને તેમણે મોટા જૂઠ્ઠા ગણાવ્યા હતા. વીંછી ડંખ મારશે તો એની દવા છે પણ કેજરીવાલનો પડછાયો પડશે તો એની દવા નથી એમ જણાવ્યું હતું. (Gujarat Assembly Election 2022)