શુક્રવારે રાત્રે નડિયાદ શહેરના નવા રાવપુરા પાસે બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતમાં જૂથ અથડામણની ઘટના બની હતી. તકરાર થતા બે જૂથ આમને સામને આવી ગયા હતા જેમાં,પથ્થરમારો થયો હતો તેમાં બે વ્યક્તિ ને ઈજાગ્રસ્ત થયા હતા .
નડિયાદમાં બે જુથ વચ્ચે અથડામણ, બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત - pi
ખેડાઃ જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં બાઈક પાર્ક કરવાની સામાન્ય બાબતે બે કોમ વચ્ચે થઈ જૂથ અથડામણ થઇ હતી.જેમાં પથ્થરમારો થતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
khd
તેમજ ટોળાએ બે વાહનોની તોડફોડ કરી નુકશાન પહોચાડ્યું હતું.ઘટનાની જાણ થતાં જ DYSP,નડિયાદ ટાઉન PI સહિતનો કાફલો તેમજ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.