બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ઉજાગર કરવા તેમજ તેમનામાં રહેલા કલા કૌશલ્યને પ્રોત્સાહિત કરવા માટે નડિયાદના સી. વી. એમ ગ્રુપ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હાલ નડિયાદ ખાતે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન યોજાઈ રહી છે. જેમાં 150 જેટલા બાળકો ભાગ લઇ રહ્યા છે. તો આગામી 1 જૂનના રોજ આ ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે.
નડિયાદમાં 1 જૂને રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશનનો ગ્રાન્ડ ફિનાલે યોજાશે - khd
નડિયાદ: નડિયાદ ખાતે રાજ્ય કક્ષાની ડાન્સ કોમ્પિટિશન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાગ લઇને પોતાની કળા પ્રદર્શિત કરી રહ્યા છે.
નડિયાદ
મહત્વનું છે કે, હાલ સ્કૂલ કોલેજમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ઠેર ઠેર વિવિધ સ્થળોએ સમર કેમ્પ સહિત વિવિધ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં યુવાઓ અને બાળકો નવું જાણવા અને શીખવા તાલીમ મેળવી રહ્યા છે તેમજ પોતાની કલા કૌવત પ્રદર્શિત કરતા જોવા મળી રહ્યા છે.