ગુજરાત

gujarat

ETV Bharat / state

વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતા ગળતેશ્વરનો મહીસાગર બ્રીજ પાણીમાં ગરકાવ - વાહનવ્યવહાર બંધ

ખેડાઃ જિલ્લાના વણાકબોરી ડેમમાં 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી ગળતેશ્વરમાં વડોદરા અને ખેડા જિલ્લાને જોડતો મહીસાગર નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે પુલ પરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતાં ગળતેશ્વરનો મહીસાગર બ્રીજ પાણીમાં ગરકાવ

By

Published : Aug 27, 2019, 9:56 PM IST

પાણીના ધસમસતા પ્રવાહથી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. જેથી સતર્કતાના ભાગરૂપે મામલતદાર, પ્રાંત અધિકારી સહિત તાલુકા પ્રશાસન દોડતું થયું છે. લોકસુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ સહિત હોમગાર્ડના જવાનો પુલ પાસે ગોઠવવામાં આવ્યાં છે. તેમજ વાહનવ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

વણાકબોરી ડેમમાંથી પાણી છોડાતાં ગળતેશ્વરનો મહીસાગર બ્રીજ પાણીમાં ગરકાવ

આગામી સમયમાં જો નદીમાં વધારે પાણી છોડવામાં આવે, તો તેને લઈ નદી કિનારાના ગામોને સલામત સ્થળે ખસેડવા સહિતની તૈયારી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉપરાંત નીચાણવાળા, કાંઠાગાળાના ગામોને સાવચેત રહેવા માટે પહેલાથી જ એલર્ટ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details