- ડાકોર મંદિરને ભેટમાં મળેલા સોનાનું ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ
- ડાકોર મંદિર પ્રસાશન દ્વારા લેવાયો નિર્ણય
- મંદિરને વાર્ષિક સવા બે ટકા વ્યાજ ચૂકવાશે
ખેડાઃ ડાકોર રણછોડરાય મંદિરમાં વૈષ્ણવ ભક્તો દ્વારા આપવામાં આવેલા 28.186 કિલો સોનું મંદિરના ટ્રસ્ટી મંડળ અને સેવક આગેવાનોની મંજૂરીથી કેન્દ્ર સરકારની ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે. ડાકોર મંદિરના ટ્રસ્ટી તથા સેવક આગેવાનોની હાજરીમાં આ ગોલ્ડનું વજન કરીને ગવર્મેન્ટ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવામાં આવ્યું છે. તેમ મંદિરના મેનેજર અરવિંદભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે.