મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી .જેને લઈ ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને લઈને દેશભરમાં વિવિધ સ્પર્ધાઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
ડાકોર પાલિકાના પ્રમુખ બન્યા ગાંધી, રણછોડરાયજીના કર્યા દર્શન - kheda letest news
ખેડાઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાદેવભાઈ દેસાઈ સાથે દર્શન માટે આવેલા જોવા મળ્યા હતા. ડાકોર નગરપાલિકાના પ્રમુખને ગાંધીજી બનેલા જોઈને દર્શનાર્થીઓ સહિત નગરજનોમાં આશ્ચર્ય સર્જાયું હતું.
યાત્રાધામ ડાકોર ખાતે મંદિરમાં જોવા મળ્યા ગાંધીજી
સ્વચ્છતાનો સંદેશો આપતી ગાંધીજીની એક શોર્ટ ફિલ્મમાં ડાકોર નગરપાલિકાના પ્રમુખ રાજેશ પટેલ ગાંધીજીનું પાત્ર ભજવી રહ્યા હતા. જેનું ડાકોર મંદિર સહિતના સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું હતું. જે શુટિંગ કરવા સાથે જ ગાંધીબાપુના પાત્રમાં રહેલા નગરપાલિકા પ્રમુખ રાજેશ પટેલે દર્શનાર્થીઓ સહીત નગરજનોને મંદિર પરિસરમાં તેમજ શહેરમાં સ્વચ્છતા જાળવવાની પણ અપીલ કરી હતી.રણછોડરાયજી મંદિરમાં ગાંધીજીને જોઈને દર્શનાર્થીઓ સહિત નગરજનોમાં કૌતુક ફેલાયું હતુ.