ગુજરાત

gujarat

બુલેટ ટ્રેન પ્રોજક્ટ અંતગર્ત જમીનોનું સંપાદન, ખેડૂતોના સંતાનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન

By

Published : Jul 3, 2019, 11:31 AM IST

Updated : Jul 3, 2019, 12:16 PM IST

ખેડાઃ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે ખેડૂતોની જમીનને સરકારે સંપાદિત કરી છે તે ખેડૂતો અને જમીન માલિકોના બાળકોને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. નડિયાદ ખાતે રૂડસેટ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ આપી ખેડૂતોના સંતાનોને પગભર કરવાના પ્રયત્નો થઇ રહ્યાં છે.

ખેડામાં બુલેટ ટ્રેન પ્રોજક્ટ અંતગર્ત જમીનોનું કરાયું સંપાદન, ખેડૂતોના સંતાનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ યોજાયા

બુલેટ ટ્રેનના પ્રોજક્ટ અંતર્ગત ગુજરાતથી મુંબઇ પસાર થતી ટ્રેન માટે ખેડા જિલ્લાના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોના સંતાનોને પગભર કરવા માટે નડિયાદની રૂડસેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક તાલીમ આપવામાં આવે છે. 45 દિવસ કોમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગની નિઃશુલ્ક તાલીમ સાથે જમવાની સુવિધા આપવામાં આવે છે. આ તાલીમ વર્ગ દ્વારા ખેડૂતોના સંતાનોને પગભર કરીને તેમની માટે રોજગારના વિકલ્પો ઉભા કરવાના પ્રયાસો કરવામાં આવે છે. જેથી ખેડૂતોના બાળકો માત્ર ખેતી પર નિર્ભર ન રહી અન્ય ક્ષેત્રમાં રોજગાર મેળવી શકે.

ખેડામાં બુલેટ ટ્રેન પ્રોજક્ટ અંતગર્ત જમીનોનું કરાયું સંપાદન, ખેડૂતોના સંતાનો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ યોજાયા
Last Updated : Jul 3, 2019, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details