યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશી નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું - વડતાલ
ખેડા: જિલ્લાના યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશીની નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આ દિવસે ડાકોરમાં જગતના નાથને સુંદર વાઘાથી સજાવવામાં આવ્યાં હતા. તેમજ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લ્હાવો લેવા માટે માનવમહેરામણ ઉમટ્યું હતું.
યાત્રાધામ ડાકોર અને વડતાલમાં એકાદશી નિમિત્તે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું
યાત્રાધામ ડાકોર અને વડતાલના સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીનું અનેરુ મહત્વ જોવા મળે છે. આ દિવસે ડાકોરમાં શ્રી નાથજીને સુંદર આભૂષણો અને વાઘા પહેરાવવામાં આવે છે. તેમજ વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાણ સંપ્રદાયમાં પણ એકાદશીનું વિશેષ મહત્વ હોવાથી વડતાલ મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ જોવા મળ્યાં હતાં.