ખેડાઃ સામાન્ય ચાની કીટલી પર જોવા મળતું જ આ દૃશ્ય છે. પરંતુ આપને મગસની દુકાનના બોર્ડની નીચે ચાની કીટલી જોઈ નવાઈ લાગશે.આ કોરોના મહામારીની અસર છે.જેણે અનેક લોકોના ધંધા ફેરવી નાખ્યાં છે. પોતાનો જામેલો ધંધો બંધ થતાં ગુજરાન ચલાવવા નાછૂટકે વેપારી પોતાના ધંધા બદલવા મજબૂર બન્યાં છે. ડાકોરમાં રણછોડરાયજી મંદિરની સામે જ વર્ષો જૂનો જામેલો મગસનો ધંધો ધરાવતા ચૈતન્યભાઈએ મંદિર બંધ થતાં દુકાનમાં ચાકોફી બનાવવાનું શરૂ કર્યું છે. ડાકોરમાં મગસના વ્યાપારી ચાની કીટલી ચલાવી રહ્યા છે તો ફોટોગ્રાફરો ક્યાંક સમોસા વેચી રહેલાં જોવા મળે છે. મહામારીને લઈને કેટલાયના ધંધા બંધ થઈ ચૂક્યાં છે તો અનેક લોકો બેરોજગાર બન્યા છે. મંદિર બંધ હોવાને લઇ યાત્રાધામ ડાકોરમાં ગોમતીઘાટ પર ફોટોગ્રાફી કરી ગુજરાન ચલાવતાં 70 જેટલા ફોટોગ્રાફરો બેકાર બન્યાં છે.
કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ - Corona Effect
હાલ સર્વત્ર કોરોનાએ કેર વર્તાવ્યો છે.કોરોના મહામારીમાં તમામ જનજીવન ઉથલપાથલ થઈ ગયું છે. મહામારીએ વિવિધ ક્ષેત્રોમાં દૂરોગામી અસરો સર્જી છે. કોરોના કાળમાં લોકોની જીવનશૈલી તો બદલાઇ જ છે, સાથે વેપારીઓ પોતાના ધંધારોજગાર બદલવા પણ મજબૂર બન્યાં છે. તો અનેક લોકોના ધંધા રોજગાર બંધ થતાં બેરોજગાર બન્યાં છે.
કોરોનાનો કેર, મહામારીએ બદલી ધંધાની તરેહ
કોરોના અને લાંબા લૉકડાઉનને પગલે ડાકોરના બજારોમાં હવે પહેલાં જેવી રોનક ક્યારે આવશે અને વેપારીઓના ચહેરા પર ખુશીઓની મોસમ ક્યારે ખીલશે તે વિચારવું અઘરું થઈ રહ્યું છે.