ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ - ગાંધીજીની પુણ્યતિથિ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે નડિયાદ ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

death anniversary of gandhiji
ગાંધીજીની પુણ્યતિથિ

By

Published : Feb 1, 2021, 9:43 PM IST

  • શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અપાઈ
  • ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
  • અગ્રણીઓ સહિત કાર્યકરો રહ્યા ઉપસ્થિત

નડિયાદ: દેશને ગુલામીમાંથી મુક્ત કરાવી આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપિતાનું સ્મરણ કરી દેશભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારે નડિયાદ ખાતે સરદાર ભવન પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

શહેર કોંગ્રેસના અગ્રણીઓ સહિત કાર્યકરોએ મહાત્મા ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ

ગાંધીજીની પ્રતિમા પાસે ગાંધીજી અમર રહોના નારા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત અગ્રણીઓ આઝાદ પટેલ,અયુબ ખાન પઠાણ,જીતુભાઈ રાજ સહીત કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details