ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા: કોરોનાગ્રસ્ત વિસ્તારમાં કડક તપાસ હાથ ધરાઈ - KHEDA LOCKDOWN

કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે. જેમાં રાજ્યના કોરોનાગ્રસ્ત દરેક જીલ્લામાં સંક્રમણ અટકાવવા માટે સુરક્ષાકર્મીઓ અને સ્વાસ્થયકર્મીઓ દ્વારા ચુસ્ત તપાસ હાથ ધરાઈ છે. આ અંતર્ગત ખેડા જિલ્‍લામાં નોંધાયેલા કોવિડ-19 પોઝિટિવ કેસના સંદર્ભમાં જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવાની કામગીરીના ભાગરૂપે પોઝિટિવ કેસના સમાવિષ્ટ ક્ષેત્રમાં કડક તપાસ હાથ ધરાઈ છે.

Conducted rigorous scrutiny of the Corona Positive Containing Area in
ખેડામાં કોરોના પોઝિટિવ સમાવિષ્ટ ક્ષેત્રમાં કડક તપાસ હાથ ધરી

By

Published : Apr 19, 2020, 4:42 PM IST

ખેડાઃ નોવેલ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા જીલ્‍લા વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યુ છે. જિલ્‍લામાં નોંધાયેલા કોવિડ-19 પોઝિટિવ કેસના સંદર્ભમાં જિલ્‍લા આરોગ્‍ય તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવાની કામગીરીના ભાગરૂપે પોઝિટિવ કેસના સમાવિષ્ટ ક્ષેત્રમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે.

જીલ્‍લામાં ‍તપાસ દર‍મિયાન 81 આરોગ્‍ય ટીમો દ્વારા 4 હજાર 87 ઘરો તેમજ 19 હજાર 222 વસ્‍તીને આવરી લીધી છે. આશિષ સોસાયટી નડિયાદ કેસના સંદર્ભમાં કુલ 17 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 7ના રિપોર્ટ નેગેટીવ તેમજ 10ના રિપોર્ટ પેન્‍ડીંગ છે. ત્યારે દાણા-કપડવંજના કેસના સંદર્ભમાં કુલ 3 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 2ના રિપોર્ટ નેગેટીવ તેમજ 1 ‍રિપોર્ટ પેન્‍ડીંગ છે.

ત્યાર બાદ એપેડેમિક મેડિકલ ઓફિસર,આરોગ્‍ય શાખા અને ખેડા જીલ્‍લા પંચાયતએ જણાવ્યું છે કે, આણંદ જીલ્લાના કેસના સંદર્ભમાં કુલ 7 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 3ના રિ‍પોર્ટ નેગેટીવ તેમજ 4ના રિ‍પોર્ટ પેન્‍ડીંગ છે.

ABOUT THE AUTHOR

...view details