ખેડા: સમગ્ર મામલામાં ફરિયાદીને વડીલોપાર્જિત ખેતીની જમીનમાં હયાતીમાં વારસાઈનો હક દાખલ કરવાનો હતો. જેને લઈ ફરિયાદી દ્વારા જે-તે વખતે દસ્તાવેજી પૂરાવા સાથે મામલતદાર કચેરી, ઠાસરા ખાતે ઈ-ધરા કેન્દ્રમાં અરજી આપવામાં આવી હતી.
ખેડા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ACBના હાથે ઝડપાયો
ખેડા જિલ્લાની ઠાસરા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટરને ACBએ 4000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. ACB છટકું ગોઠવી આ કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અન્વયે કાચી નોંધ પડ્યાનો મોબાઈલ ફોનમાં મેસેજ આવ્યો હતો. જેના આધારે પાકી નોંધ માટે ઈ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી ઠાસરા ખાતે તપાસ કરતાં પાકી નોંધ પડાવવા માટે કાર્યવાહી કરવા માટે આરોપી દ્વારા ફરિયાદી પાસે રૂપિયા 4000/-ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચના નાણા ફરિયાદી આપવા માંગતા ન હતો. જેથી ખેડા ACBમાં તેણે ફરીયાદ કરી હતી.
જેના આધારે ખેડા ACBએ છટકું ગોઠવી આરોપી કોમ્પ્યુટર ઓપરેટર બિપીન મેકવાનને રૂપિયા 4000/-ની લાંચ લેતા ઝડપયો હતો. જે અંગે ACB દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.