ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો - chunel news

હાલ ખેડા જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. ગામોમાં પણ દૈનિક નવા કેસ નોંધાઇ રહ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને કોરોના મુક્ત કરવા માટે 'મારું ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામમાં કોરોના સામેની લડતમાં સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ચુણેલ ગામ
ચુણેલ ગામ

By

Published : May 8, 2021, 8:24 PM IST

  • કોરના સંક્રમણ અટકાવવા ગ્રામજનો દ્વારા સહિયારા પ્રયાસો
  • ચુલેણ ગામમાં હાલ કોરોનાના 10 એક્ટિવ કેસ
  • પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
  • આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી

ખેડા : મહુધા તાલુકાના ચુણેલ ગામમાં કોરોના સામેની લડતમાં ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગ અને સ્થાનિક આગેવાનોના સહયોગથી સહિયારી લડત હાથ ધરવામાં આવી છે.

ગામમાં હાલ કોરોનાના 10 એક્ટિવ કેસ

ગામમાં હાલ કોરોનાના 10 એક્ટિવ કેસ છે. જેમાંથી બે દર્દીઓ હાલ નડિયાદ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ અગાઉ 2 દર્દીઓના શંકાસ્પદ મોત થઈ ચૂક્યા છે. ગામમાં સામાન્ય લક્ષણો ધરાવતા કોરોના સંક્રમિત દર્દીઓનું આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ખેડાના ચુણેલ ગામમાં કોરોના સંક્રમણ સામે સહિયારા પ્રયાસો

આ પણ વાંચો -આણંદ જિલ્લાનું અંબાવ ગામ બન્યું કોરોનાને હરાવવા કટિબદ્ધ

પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગ્રામજનોના સહયોગથી પ્રાથમિક શાળા ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે દર્દીઓ માટે ચા નાસ્તો તેમજ ભોજનની વ્યવસ્થા માટેનું પણ આયોજન ગ્રામજનોના સહયોગથી કરી દેવામાં આવ્યું છે. જ્યાં હાલ 6 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, તેમજ જરૂર પડે સુવિધા વધારવાનું આયોજન કરાયું છે.

પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

ચુણેલ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

ગામમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ અગાઉ 10 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે બાદ કેસમાં ઘટાડો નોંધાયો હતો. જો કે, હાલ ગ્રામ પંચાયતના પ્રયાસોથી બિનજરૂરી અવરજવર પર અંકુશ લગાવવામાં આવ્યો છે, જે કારણે ગામની બજારોમાં પાંખી અવરજવર જોવા મળી રહી છે.

ચુણેલ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચો -જામનગરનું સૂર્યપરા ગામ બન્યું કોરોનામુક્ત

આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી

આરોગ્ય વિભાગ દ્વારા ચુણેલ ગામમાં સંક્રમણ વધતું અટકાવવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ચુણેલ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સર્વે કરવા સાથે ટેસ્ટિંગ તેમજ રસીકરણ અને દર્દીઓનું સતત મોનિટરિંગ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા સઘન કાર્યવાહી

ગ્રામજનોના રસીકરણની કામગીરી

ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામમાં 45 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા લોકોને રસીકરણ કરવાની કામગીરી સતત ચાલી રહી છે. મોટાભાગના લોકોને બીજો ડોઝ આપવાની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. જો કે, હાલ રસીનો સ્ટોક આવ્યો ન હોવાથી 18 વર્ષથી ઉપરની ઉંમરના નાગરિકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી.

ગ્રામજનોના રસીકરણની કામગીરી

આ પણ વાંચો -દસ્ક્રોઈના બડોદરા ગામમાં કોરોનાનો આજ દિન સુધી એક પણ કેસ નોંધાયો નથી

ચુણેલ ગામમાં સેનિટાઈઝેશન

ચુણેલ ગામ ખાતે મહુધાના સ્થાનિક ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારની આગેવાનીમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ગામમાં સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ધારાસભ્ય દ્વારા ગ્રામજનોને પોતાની તેમજ પોતાના પરિવારજનોની આરોગ્યની સલામતી માટે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

ચુણેલ ગામમાં સેનિટાઈઝેશન

ઓક્સિજન બેડ તૈયાર કરાશે

ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની પણ સુવિધા ઉપલબ્ધ કરવા ગ્રામજનોની માગણીને લઇને ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ ચુણેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે.

હાલ 6 બેડ તૈયાર કરવામાં આવ્યા છે, તેમજ જરૂર પડે સુવિધા વધારવાનું આયોજન

આ પણ વાંચો -શંખેશ્વર તાલુકાનું નવી કુંવર ગામ સ્વયંશિસ્તથી કોરોના મુક્ત બન્યું

લોકોમાં વધી રહી છે જાગૃતિ

સ્થાનિક આગેવાનો તેમજ કોરોના વોરિયર્સના પ્રયાસોને કારણે ગામમાં લોકોમાં જાગૃતિ વધી રહી છે. માસ્ક પહેરવા સહિત લોકો નિયમોનું પાલન કરતા જોવા મળી રહ્યા છે. બિન જરૂરી અવરજવર પણ અંકુશિત બની છે. આમ ગામમાં વધી રહેલા સંક્રમણને લઇ સ્થાનિક આગેવાનો તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામજનો દ્વારા ગામને કોરોના મુક્ત બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details