ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેમદાવાદમાં બાળકોએ શાળાએ જવા માટે કિચડમાંથી પસાર થવાની મજબૂરી

ખેડા: જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલી ઝાલાભાઈ મુવાડી ગામમાં પાકો રસ્તો નથી. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તંત્રમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ હતી. છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

children

By

Published : Aug 8, 2019, 8:12 AM IST

મહેમદાવાદમાં ઝાલભાઈ મુવાડી ગામમાં ફતેપુરા સીમમાં શાળાએ આવવા-જવવા માટેનો એક જ રસ્તો છે. જે બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં બાળકોને શાળાએ જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વળી, વાહનચાલકો અને રાહદારીઓમાં ગંભીર અકસ્માત થવાની ભીતિ સર્જાઇ રહી છે. જેથી આ મુદ્દાને લઇને સ્થાનિક તંત્રમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં લબાડ તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રોષે ભરાયેલાં ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરીને વહેલી તકે પાકો રોડ માગ કરી છે.

મહેમદાવાદ તાલુકામાં રોજ એક કિલોમીટર સુધી કીચડ ખૂંદી શાળાએ જતા બાળકો

ABOUT THE AUTHOR

...view details