ગુજરાત

gujarat

ETV Bharat / state

Sharad Purnima 2023: ડાકોરમાં આજે શરદપૂર્ણિમાની ઉજવણી, ચંદ્રગ્રહણ હોઈ દર્શનના સમયમાં ફેરફાર - શરદ પૂર્ણિમા 2023

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે શરદ પૂર્ણિમાની ઉજવણી કરાઈ રહી છે. આવતીકાલે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરના દ્વારા વહેલા બંધ થશે. શનિવારે શરદપૂર્ણિમાના દિવસે રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Sharad Purnima 2023
Sharad Purnima 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 3:54 PM IST

ડાકોરમાં શરદપુર્ણિમાની ઉજવણી

ખેડા:આવતીકાલે ચંદ્રગ્રહણ છે. ગ્રહણમાં નવ કલાક અગાઉ સૂતક લાગતું હોવાથી રણછોડરાયજી મંદિરમાં આજે શરદપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે. જે નિમિત્તે શરદપૂર્ણિમા પર રણછોડરાયજીને ધરાવાતો રત્નજડિત મુગટ આજે ધરાવવામાં આવ્યો છે.

રાસોત્સવની ઉજવણી: સાંજે ભગવાનને ચાંદીના આભૂષણો તેમજ દાંડિયા ધારણ કરાવી રાસબિહારી સ્વરૂપ શ્રૃંગાર કરવામાં આવશે. ચંદ્રમાની શીતળ ચાંદનીમાં ભગવાનને દૂધપૌવા તેમજ છપ્પન ભોગ ધરાવવામાં આવશે. સાથે જ રાસોત્સવની ઉજવણી કરવામાં આવશે.

રાસોત્સવની ઉજવણી

દર્શનના સમયમાં ફેરફાર: આવતીકાલે શનિવારે ચંદ્રગ્રહણ હોવાના કારણે ડાકોરના ઠાકોરના દ્વાર વહેલા બંધ થશે. આવતીકાલે વહેલી સવારે 3:30 વાગ્યાના અરસામાં મંગળા આરતી થયા બાદ સાંજના 4:00 વાગ્યાના અરસામાં મંદિરના દ્વાર બંધ થશે.

ડાકોર મંદિરમાં શરદપૂર્ણિમા આજે મનાવવામાં આવી છે. આજે ઠાકોરજીએ સવા લાખનો મુગટ ધારણ કરેલો છે. ભગવાનને ચાંદીના આભૂષણો તેમજ ડાંડિયા ધરાવવામાં આવશે. ભગવાનને દૂધ પૌંવા અને છપ્પન ભોગ ધરાવાશે. આજે શરદપુર્ણિમા આજે મનાવાઈ છે. કારણ કે આવતીકાલે ગ્રહણ છે ગ્રહણમાં નવ કલાક અગાઉ સૂતક લાગે છે. - જનક મહારાજ, મંદિરના પૂજારી

શરદપૂર્ણિમા પર દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે:

  • મંદિર સવારે 3:15ના સમયે ખુલશે, 3:30ના મંગળા આરતી થશે
  • 3:30થી 5:30 દર્શન ચાલુ રહેશે
  • 5:30થી 6:00 સુધી બાલ ભોગ, શણગાર ભોગ અને ગોવાળ ભોગ હોવાથી દર્શન બંધ
  • 6:00થી 11:30 શણગાર આરતી થઈ દર્શન સતત ચાલુ રહેશે
  • 11:30થી 12:00 રાજભોગ આરોગશે, દર્શન બંધ રહેશે
  • 12:00 થી 1:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 1:00 થી 1:15 દર્શન બંધ
  • 1:15 થા 2:00 દર્શન ખુલ્લા રહેશે
  • 2:00 થી 2:15 શયનભોગ આરોગશે, દર્શન બંધ
  • 2:15 થી 3:00 દર્શન ખુલ્લા રહેશે
  • 3:00થી 3:45 સખડીભોગ આરોગશે, દર્શન બંધ
  • 3:45થી 4:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે
  • 4:00 વાગે શ્રીજી પોઢી જશે.મંદિર પ્રવેશ બંધ
  • બીજે દિવસે સવારે 6:45 ના અરસામાં મંગળા આરતી થશે.
  1. Sharad Purnima 2023: આવતીકાલે રાજકોટમાં ગરબે ઝુમશે 1 લાખથી વધુ ખેલૈયા, તબીબોની ટીમ રહેશે તૈનાત
  2. Heart Attack Case: નવરાત્રીમાં કુલ 675 જેટલા હર્ટ એટેકના ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયા, સૌથી વધુ અમદાવાદમાં

ABOUT THE AUTHOR

...view details