ગુજરાત

gujarat

ETV Bharat / state

એ કોણ વ્યક્તિ, કે જેના કારણે પાટિલને ભાષણ અધૂરું છોડવું પડ્યું... - BJP proogram In kheda

ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં વડતાલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન, તેમને અચાનક તેમના ફોનમાં ફોન આવતા તેમણે પોતાનું વક્તવ્ય અધવચ્ચે છોડી દીધું હતું. આ ઘટના બાદ ચર્ચા જોવા મળી રહી છે કે, તે કોણ વ્યક્તિ હશે જેના ફોન માત્રથી ભાજપ પ્રમુખને પોતાનું ભાષણ છોડવું પડ્યું છે. જોકે, દિલ્હીથી ફોન આવ્યો હોવાની પણ વાત સામે આવી રહી છે. Patil received a call while speech, BJP President Leave Speech

ભાજપ પ્રમુખ પાટિલને પોતાનું ભાષણ અધૂરું છોડવું પડ્યું
ભાજપ પ્રમુખ પાટિલને પોતાનું ભાષણ અધૂરું છોડવું પડ્યું

By

Published : Aug 20, 2022, 10:47 PM IST

ખેડા :યાત્રાધામ વડતાલથી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન, પાટીલ ભાષણ આપી રહ્યા હતા અને અચાનક તેમને ફોન આવતા જ તેમણે તેમનું વક્તવ્ય અટકાવી નાખ્યું (BJP President Leave Speech) હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમને વડાપ્રધાન મોદીનો કોલ આવ્યો હોવાથી ભાષણને અડધું છોડવાની ફરજ પડી હતી. લગભગ આવી ઘટનાઓ ભાગ્યે જ બનતી જોવા મળતી હોય છે. કોનો ફોન હતો તેના વિશે સી આર પાટિલે કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ, દિલ્હીથી ફોન હોવાની ચર્ચા જોવા મળી રહી છે. Patil received a call while speech

આ પણ વાંચો :ગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી

દિલ્હીથી આવ્યો પાટીલને ફોન : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલની અધ્યક્ષતામાં સંતો મહંતો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં વડતાલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જણાવી દઈએ કે, વડતાલ ખાતે આજરોજ શનિવારે ઐતિહાસિક સમરસ કાવડ યાત્રાનો પ્રારંભ (kavad yatra 2022 in kheda) કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલ ભાષણ આપી રહ્યા હતા, ત્યાં અચાનક તેમના પીએ દ્વારા ચાલુ ભાષણે ફોન આપવામાં આવ્યો હતો અને ફોન આવતા જ તેમણે ભાષણ પર વિરામ આપી દીધો હતો. આ કોનો ફોન હતો તેમના વિશે તેમણે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

PM મોદીનો ફોન આવ્યો હોવાની વિગતો :સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પ્રદેશ પ્રમુખ પાટિલને દિલ્હીથી વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો હતો. જેમાં મહત્વપૂર્ણ બાબતને લઈને કેટલાક સૂચનો આપ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. આ ઉપરાંત, ફોનમાં તેમને કોઈ બાબતે ટકોર પણ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે. જોકે આ માહિતી સાથે સંપૂર્ણપણે ETV Bharat પુષ્ઠિ કરતું નથી.

આ પણ વાંચો :ફારુક અબ્દુલ્લાએ ઈટીવી ભારતને કહ્યું, કાશ્મીરમાં નવા મતદારો વિશે ઘણી ગેરસમજ

કાવડ યાત્રાની શરૂઆત : ખેડા જિલ્લાના વડતાલ ખાતેથી અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઐતિહાસિક સમરસ કાવડ યાત્રા આયોજિત થઈ રહી છે. આ કાવડ યાત્રા દ્વારા હરિદ્વારથી જળ લાવી 182 વિધાનસભાઓના 202 પૌરાણિક શિવાલયોમાં અભિષેક કરવામાં આવશે. આ કાવડયાત્રામાં 2200 જેટલા કાવડ યાત્રીઓ તેમજ 250 જેટલા સંતો જોડાયા છે.

ABOUT THE AUTHOR

...view details