ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા - corona case in kheda

કોરોના મહામારીને લઇને રાજ્યમાં ભાજપ દ્વારા અલગ-અલગ પ્રકારે જરૂરી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં પણ વિવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે જિલ્લામાં 25 પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે.

ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા
ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા

By

Published : May 9, 2021, 10:02 AM IST

  • જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
  • જિલ્લામાં 25 પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા
  • દર્દીઓને તાત્કાલિક ઓક્સિજન આપવા સુવિધા

ખેડાઃસેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે નડીયાદમાં 5 અલગ-અલગ આરોગ્યલક્ષી સંસ્થાઓને પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અર્પણ કર્યા હતા. જિલ્લામાં આવા કુલ 25 પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરવામાં આવ્યા છે. ત્યારે હવે આ મશીન થકી તાત્કાલિક ધોરણે દર્દીઓને ઓક્સિજન આપવાની સુવિધા આપવામાં આવશે. મહત્વની બાબત એ છે કે, આ બાબતે નડીયાદ સીવીલ હોસ્પિટલ ખાતે પણ 5 નંગ આ મશીન RMOને સુપ્રત કર્યા હતા.

ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા

આ પણ વાંચોઃદિલ્હી હાઈકોર્ટનો કેન્દ્રને સવાલ- કસ્ટમ વિભાગમાં કેટલા ઓક્સિજન કન્સન્ટ્રેટર અટવાયા છે

જિલ્લામાં ઓક્સિજનની વર્તાઈ રહી છે અછત

હાલ જિલ્લામાં વિવિધ હોસ્પિટલ્સમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. જેને લઈ જિલ્લામાં મોટા પ્લાન્ટનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ આ પોર્ટેબલ મશીનથી તાત્કાલિક ઓક્સિજન આપવાની સુવિધા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃભારતીય ક્રિકેટર પંડ્યાબંધુઓએ ઓક્સિજન કન્સન્ટ્રેટરનું કર્યું દાન

જિલ્લાના સ્થાનિક આગેવાનો રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં મુખ્ય દંડક પંકજ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણ સહિત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન સાસંદ દેવુસિંહ ચૌહાણે પ્રતિક્રિયા આપતા આ મશીનની ઉપયોગીતા અને સરળતા સમજાવી હતી.

ખેડામાં ભાજપ દ્વારા પોર્ટેબલ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા

ABOUT THE AUTHOR

...view details