આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે કલેકટર તેમજ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નડિયાદ ખાતે ખેડા જીલ્લા કોંગ્રેસ સમિતિ અને ક્ષત્રિય સમાજ સંગઠન દ્વારા ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર ગઈકાલે કરવામાં આવેલા હુમલાના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂત્રોચ્ચારો કરી રેલી એસપી ઓફિસ તેમજ કલેકટર કચેરીએ પહોંચી ઠાસરાના ધારાસભ્ય પર હુમલો કરવાના મામલામાં આરોપીઓની ધરપકડ કરવાની માગ કરવામાં આવી હતી. આ રેલીમાં કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતાં.
ધારાસભ્ય પર હુમલા અંગે કોંગ્રેસ દ્વારા રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું - ખેડા ન્યુઝ
ખેડાઃ ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર પર કરવામાં આવેલા હુમલાના મામલામાં નડિયાદ ખાતે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જિલ્લા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજ દ્વારા રેલીયોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ધારાસભ્ય પર હુમલો ,આવેદનપત્ર આપવામામ આવ્યું
ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર સહીત ત્રણ વ્યક્તિ પર ગઈકાલે નડિયાદમાં કોર્ટની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય સહિતના વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી