ગુજરાત

gujarat

ETV Bharat / state

નડિયાદમાં કેનેડાથી આવેલા યુવાન પર હુમલો, ઘટનાના CCTV આવ્યા સામે - કેનેડાથી આવેલ NIR ઉપર ઘરમાં ઘુસી હુમલો

નડિયાદની પીપલગ ચોકડી પાસે આવેલ સમય એલીગન્સમાં કેટલાક શખ્સોએ કેનેડાથી આવેલ NIR ઉપર ઘરમાં ઘુસી હુમલો કરતા નડિયાદમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાં ઘુસી હુમલો કરવાના CCTV પણ સામે આવ્યા છે.

નડીયાદ
નડીયાદ

By

Published : Dec 12, 2020, 3:38 PM IST

  • નડિયાદમાં કેનેડાથી આવેલા યુવાન પર હુમલો
  • ઘરમાં ઘુસી 10 ઉપરાંત લોકોએ કર્યો હુમલો
  • છૂટાછેડા બાદ સાસરિયા દ્વારા યુવાન પર કરાયો હુમલો

ખેડા : પીપલગ ચોકડી પાસે આવેલ સમય એલીગન્સમાં કેટલાક શખ્સોએ કેનેડાથી આવેલ NIR ઉપર ઘરમાં ઘુસી હુમલો કરતા નડિયાદમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને થતાં કાર્યવાહી હાથ ધરી છે. ઘરમાં ઘુસી હુમલો કરવાના CCTV પણ સામે આવ્યા છે.

નડિયાદમાં કેનેડાથી આવેલા યુવાન પર હુમલો, ઘટનાના CCTV આવ્યા સામે

ઘરના કાચ તોડી કારમાં કરી તોડફોડ

પ્રાપ્ત વિગતો અનુસાર સમય એલીગન્સ નડિયાદ ખાતે રહેતા હિમાંશુ કાછીયા પટેલે પત્નીને કેનેડા ખાતે ત્રણ માસ અગાઉ જ છુટાછેડા આપ્યા હતા. જયારે યુવકના પિતા રાજેશભાઈને કોરોના થતા પુત્ર હિમાંશુ કેનેડાથી નડિયાદ પોતાના ઘરે આવ્યો હતો.જેની જાણ તેના અમદાવાદ ખાતે રહેતા સસરા દીપક ત્રિવેદીને થતાં તેને પહેલા હિમાંશુ નડિયાદના ઘરે છે કે, કેમ તે રેકી કરી હતી. બાદમાં સમય એલીગન્સ ખાતે તેના ઘર ઉપર પોતાના સાથીદારો સાથે મળીને હુમલો કર્યો હતો. જોકે, પરિવારે પ્રતિકાર કરી હિંસક ટોળાને બહાર કાઢી મૂકી યુવકને બચાવી લીધો હતો. જોકે, આ દરમિયાન હુમલો કરનાર લોકોએ ઘરના કાચ તોડી કારમાં પણ તોડફોડ કરી ભાગી ગયા હતા. આ ઘટનામાં એનઆરઆઈ યુવક અને તેના ભાઈને સામાન્ય ઈજાઓ પહોચી હતી.

નડિયાદમાં કેનેડાથી આવેલા યુવાન પર હુમલો, CCTV આવ્યા સામે
પોલીસ દ્વારા ગુનો નોંધી CCTVના આધારે તજવીજ

આ ઘટના અંગેની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને કરતા પોલીસ દ્વારા ગુનો નોંધી CCTVના આધારે હુમલાખોરોને ઝડપી પાડવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details