- પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ સાથે ઈસમ ઝડપાયો
- રૂ.12300 ની કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત
- પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
ખેડા : કપડવંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, એક શખ્સ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલ વેચવામાં આવી રહ્યા છે. જેને આધારે પોલીસ દ્વારા ધવલભાઈ મહેશભાઈ શાહને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ખેડાના કપડવંજમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ રૂ.12300 ની કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા તેની પાસેથી રૂ.11900 ની કિંમતની ચાઈનીઝ દોરીના 41 નંગ ફિરકી તથા રૂ. 400 ની કિંમતના ચાઈનીઝ તુક્કલ નંગ 20 મળી કુલ રૂ.12300 ની કિંમતનો પ્રતિબંધિત મુદ્દામાલ પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ચાઇનીઝ દોરી તથા ચાઈનીઝ તુક્કલના આયાત,ખરીદ,વેચાણ, સંગ્રહ અને વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને પગલે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ કપડવંજ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.