ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાંથી યુપીના શ્રમિકો માટે વતન જવા બીજી ટ્રેન રવાના

ખેડા જિલ્‍લામાં કોરોના મહામારીના પગલે લોકડાઉનને લઇને ફસાયેલા 1200થી વધુ શ્રમિકોને નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન યુપી જવા માટે સતત બીજા દિવસે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્‍યું છે.

Another train for UP workers to go home from kheda
ખેડા જિલ્લામાંથી યુપીના શ્રમિકો માટે વતન જવા બીજી ટ્રેન રવાના

By

Published : May 6, 2020, 10:43 PM IST

ખેડાઃ જિલ્‍લામાં કોરોના મહામારીના પગલે લોકડાઉનને લઇને ફસાયેલા 1200થી વધુ શ્રમિકોને નડિયાદ રેલ્‍વે સ્‍ટેશન ખાતેથી વિશેષ ટ્રેન મારફતે વતન યુપી જવા માટે સતત બીજા દિવસે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલે જણાવ્‍યું છે.

ખેડા જિલ્લામાંથી યુપીના શ્રમિકો માટે વતન જવા બીજી ટ્રેન રવાના

​સતત બીજા દિવસે ઉપડેલી ટ્રેનમાં ખેડા જિલ્લાના ત્રણ તાલુકામાંથી ઉત્તરપ્રદેશના રહેવાસીઓ વતન જઇ રહ્યાં છે. નડિયાદ રેલ્વે સ્ટેશનથી મોડી સાંજે ઉપડેલી ટ્રેન ગોરખપુર સુધી જશે, તેમજ માર્ગમાં આવતા વિવિધ સ્ટેશનો ઉપર યાત્રિકોને પોતાના સ્થળે ઉતરવા માટે ઉભી રહેશે.

ખેડા જિલ્લામાંથી યુપીના શ્રમિકો માટે વતન જવા બીજી ટ્રેન રવાના


​જિલ્લા કલેકટર કચેરી દ્વારા છેલ્લા અઠવાડિયાથી પર પ્રાંતના શ્રમિકોને વતન જવા માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું. જેમાં ઉત્તરપ્રદેશના 2600 જેટલા શ્રમિકોએ માદરે વતન જવા માટે પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવેલા હતા. જે પૈકી 4 મે અને 5 મેના રોજ સ્પેશ્યિલ 2 ટ્રેનો દ્વારા અંદાજે 2300થી વધુ શ્રમિકો પોતાના માદરે વતન પહોંચી ગયા છે.

બીજા દિવસે દોડાવવામાં આવેલી ટ્રેનમાં ખેડા જિલ્લાના મહુધા, નડિયાદ તાલુકા અને નડિયાદ શહેર તથા ઠાસરા તાલુકાના યુપીના મૂળ વતનીઓને મોકલવામાં આવ્યા હતા. જિલ્લાના વિવિધ સ્થળેથી 29 જેટલી એસટી બસો દ્વારા યાત્રિકોને તેમના નિવાસ સ્થાનેથી નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. દરેક યાત્રીઓને વહીવટી તંત્ર દ્વારા નાસ્તાના પેકેટ અને મિનરલ પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details