- સંતો દ્વારા રસીકરણ જાગૃતિ માટે પ્રયાસ હાથ ધરાયો
- ઘરે-ઘરે જઈને ગુલાબ આપી લોકોને સમજાવ્યા
- રસી અંગેની અંધશ્રદ્ધાથી લોકો મુક્ત બને તેવો પ્રયાસ
ખેડા :સમગ્ર દેશમાં કોરોના રસીકરણની કામગીરી ચાલી રહી છે. જોકે, ઘણા વિસ્તારોમાં રસીકરણને લઈને લોકોમાં અનેક ગેરસમજણો પ્રવર્તી રહેલી જોવા મળી રહી છે.
સંતોએ અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધર્યો
લોકોમાં પ્રવર્તી રહેલી ગેરસમજો અંગે લોકોને જાગૃત કરવા યાત્રાધામ ડાકોરમાં દંડીસ્વામી આશ્રમના મહંત અને સંતો તેમજ રણછોડરાયજી મંદિરના સેવક તથા સ્થાનિક આગેવાનો દ્વારા શહેરના વિવિધ પછાત અને શ્રમિક વિસ્તારો કે જ્યાં શ્રમિક વર્ગ રહે છે. તેવા વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ આવે અને અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓથી મુક્ત બને તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.
આ પણ વાંચો : ખેડામાં રસીકરણ જાગૃતિ માટે 51 ચોરસ ફૂટની રંગોળી બનાવાઈ
ઘરે જઈ તેમને ગુલાબ અર્પણ કરી રસી મુકાવે તે માટે સમજાવ્યા