- ખેડામાં નડિયાદના ઉત્તરસંડા, ખેડા, ડાકોર, મહુધા અને માતરમાં કાર્યક્રમ યોજાયો
- મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
- ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડી યાત્રા પસાર થશે
- પાંચ સ્થળોએ કાર્યક્રમ યોજાયો
ખેડા: જિલ્લામાં એચ. એન્ડ ડી. પારેખ હાઈસ્કુલમાં સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં, મહુધા ખાતે બાવિસી સમાજની વાડીમાં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના અધ્યક્ષ સજ્જાદ હીરાની અધ્યક્ષતામાં, ડાકોર ખાતે પુનીત હોલમાં ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયના પટેલની અધ્યક્ષતામાં, માતર ખાતે એન. સી. પારેખ હાઇસ્કૂલમાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડી યાત્રા પસાર થનારી છે.
દાંડી યાત્રાના યાત્રીકોએ જોયેલા ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સમય આવી ગયો છે : મુખ્ય દંડક
મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ માટે તા. 12મી માર્ચ 1930ના રોજ મીઠા પર લગાવેલા કરના વિરોધમાં શરૂ કરેલી હતી અને આ યાત્રા અમદાવાદના સાબરમતી આશ્રમથી લઇને નવસારી જિલ્લાના દાંડી મૂકામે સમાપ્ત થયેલી હતી. આ યાત્રામાં 20 વર્ષથી 60 વર્ષની ઉંમરના 81 યાત્રીકો જોડાયા હતા. યાત્રા રાજ્યના આઠ જિલ્લાના 48 ગામોમાંથી પસાર થયેલી હતી. જે દરરોજ અંદાજે 18 માઇલ જેટલું અંતર કાપતી હતી. તે વખતે જુદી જુદી અગીયાર (11) જેટલી માંગણીઓ માટે વાઇસરોયને જાણ કરવામાં આવી હતી. પરંતુ તેમણે આ માંગણીઓનો અસ્વીકાર કરેલો હતો. આ યાત્રામાં દેશના ખૂણે ખૂણેથી માણસો આવ્યા હતા. યાત્રા જ્યાં પૂર્ણ થયેલી તે દાંડી મૂકામે પણ એક મેમોરીયલ સ્મારક બનાવવામાં આવેલું છે અને તેનો તબક્કાવાર વિકાસ કરવામાં આવ્યો છે. ત્યાં દુનિયાના ખ્યાતનામ શિલ્પકારો દ્વારા યાત્રીકોના શિલ્પો બનાવવામાં આવ્યા છે. દાંડી યાત્રાના યાત્રીકોએ જોયેલા ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સમય આવી ગયો છે. સમગ્ર દેશમાં આ અમૃત મહોત્સવ 75 અઠવાડિયા સુધી ચાલશે અને 75 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.