ગુજરાત

gujarat

ETV Bharat / state

કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું રાજીનામું પરત ખેચવામાં આવશે: અમિત ચાવડા - members

ખેડાઃ લોકસભા બેઠક માટે તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા કપડવંજના ભાજપના પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહને ટીકીટ ફાળવતા જિલ્લા કોંગ્રેસમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 8, 2019, 4:19 AM IST

જેને લઇ નારાજગી દર્શાવી ઉમેદવાર બદલવાની માંગ સાથે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા સહીત તાલુકા પ્રમુખ, મહિલા પ્રમુખ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો સહિત કાર્યકરોએ રાજીનામા આપ્યા હતા. જેને લઇ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનો દ્વારા સમજાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

કંપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું રાજીનામું પરત ખેચવામાં આવશે: અમિત ચાવડા
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને એઆઈસીસીના સહ પ્રભારી બિશ્વરંજન મોહંતીએ સમજાવતા અંતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ રાજીનામાં પરત ખેંચ્યા છે. જેને લઇ જિલ્લા કોંગ્રેસનું ગુંચવાયેલું કોકડું અંતે ઉકેલાયું હતું. નડિયાદ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજી કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહના પ્રચારમાં જોડાવવાની ખાતરી આપી હતી. નારાજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી દ્વારા પણ રાજીનામુ પરત ખેંચવામાં આવશે તેમ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details