- ભગવાનના બાળ સ્વરૂપ ગોપાલલાલજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
- 137 દિવસ બાદ રાજા રણછોડની સવારી નીકળી
- ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 137 દિવસ બાદ ભગવાન રણછોડરાયજીની સવારી નગરમાં નીકળી હતી. મહામારી કોરોનાને પગલે સરકારી ગાઇડલાઇન પ્રમાણે ઠાકોરજીની તમામ સવારી બંધ રાખવામાં આવતી હતી. રણછોડરાયજી મંદિરમાં પ્રતીકાત્મક રીતે બંધ બારણે યોજવામાં આવતી હતી.
રણછોડરાયજીની ભવ્ય સવારી
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજની ભવ્ય સવારી નગરમાં નીકળી હતી. દિવસો બાદ વાજતે ગાજતે લક્ષ્મીજીને મળવા ભગવાનની સવારી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી.ભગવાન લક્ષ્મીજી સાથે વચનબદ્ધ હોવાના કારણે દર શુક્રવાર તેમજ અગિયારસે આ સવારી નિકળે છે.