ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા: 12થી 15 દુકાનોના તાળા તોડી ચોરી કરનારા આરોપીઓ ઝડપાયા - Accused were arrested

ખેડા જિલ્લાના મહુધાના અલીણા ગામે શોપિંગ સેન્ટરમાં 10 જેટલી દુકાનોના અને વડોદરાના કોયલી વિસ્તારના કોમ્પ્લેક્સમાં 15 જેટલી દુકાનોના તાળા તોડી લાખોના મુદ્દામાલની ચોરી કરનારા બે આરોપીઓને ચકલાસી પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા અન્ય એક ફરાર આરોપીની તપાસ હાથ ધરાઈ છે.

ખેડા ચોરી
ખેડા ચોરી

By

Published : Jan 7, 2021, 3:09 PM IST

  • એક સાથે સંખ્યાબંધ દુકાનોમાં ચોરીઓ કરતા હતા આરોપીએ
  • આરોપીઓ ચોરેલી બાઈક લઈને ચોરી કરવા જતા હતા
  • ચકલાસી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી

ખેડા: ખેડા જિલ્લાના મહુધાના અલીણા ગામે શોપિંગ સેન્ટરમાં 10 જેટલી દુકાનોના અને વડોદરાના કોયલી વિસ્તારના કોમ્પ્લેક્સમાં 15 જેટલી દુકાનોના તાળા તોડી લાખોના મુદ્દામાલની ચોરી કરનારા બે આરોપીઓને ચકલાસી પોલિસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલિસ દ્વારા અન્ય એક ફરાર આરોપીની તપાસ હાથ ધરાઈ છે.

ચકલાસી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા જગદીશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ રહે. સામરખા તા. જિલ્લો. આણંદ તથા મુકેશ ઉર્ફે બાલી રમેશભાઈ સોલંકી રહે. કરમસદ તા. આણંદ ચોરીની મોટરસાયકલ સાથે ચકલાસી તરફ આવે છે. જેને લઈ પોલિસ દ્વારા રાઘુપુરા પાટીયા પાસે રોકી તેની પાસેની મોટરસાયકલ બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.

ચોરી કરનારા આરોપીઓ ઝડપાયા

આરોપીઓ ચોરેલી બાઈક લઈને ચોરી કરવા જતા હતા

સઘન પૂછપરછ કરતા બન્ને આરોપીઓએ મોટરસાયકલ ચકલાસી મહાદેવ ભાગોળ પાસેથી રાત્રિના સમયે ચોરી કર્યાનું જણાવ્યું હતું. અન્ય ચોરીઓ બાબતે પૂછપરછ કરતા બંને તથા તેમની સાથે ડભાણ રહેતો જયેશ ઉર્ફે ભોલિયો રમણભાઈ સોઢા ત્રણે સાથે મળી ચોરીની મોટરસાયકલ લઇ અલીણા ચોકડી ખાતે આવેલા શોપિંગ સેન્ટરમાં 10 જેટલી દુકાનોના અને વડોદરાના કોયલી વિસ્તારના કોમ્પ્લેક્સમાં 15 જેટલી દુકાનોના તાળા તોડી દુકાનોમાંથી રોકડા રૂપિયા તથા અન્ય ચીજવસ્તુઓની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

પોલિસે બે બાઈક સહિત ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો

પોલિસે આરોપીઓ પાસેથી મહુધા તાલુકાના અલીણા શોપિંગ સેન્ટરોની દુકાનમાંથી ચોરી કરેલા 10 નંગ શર્ટ તથા એક જોડી બુટ રિકવર કર્યા હતા. તેમજ વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલા કોમ્પલેક્સની દુકાનોમાંથી ચોરી કરેલા 14 નંગ પેન્ટ, 15 નંગ શર્ટ, તમાકુના 10 ડબ્બા, અલગ-અલગ સિગરેટ, ગુટખા સહિતનો રૂ. 17511નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલિસે ગુનામાં વપરાયેલ બે બાઈક અને શટરના નકૂચા તોડવાનો લોખંડનો પાટો કબજે કર્યો હતો.

આરોપીઓ દિવસે રેકી કરી નજીકના ખેતરમાં સંતાઈ મોડી રાતે ચોરી કરતા

આરોપીઓ અગાઉના દિવસે ચોરી કરવાના સ્થળની રેકી કરી મોટરસાયકલ લઈ રાતના વહેલા પહોંચી નજીકના ખેતરમાં સંતાઈ રહી મોડી રાતના ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ અનેક ચોરીઓમાં વિવિધ પોલિસ સ્ટેશનોમાં પકડાયેલા છે.

ABOUT THE AUTHOR

...view details