કપડવંજના મોડાસા રોડ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
કપડવંજ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ૩ના મોત - KHEDA NEWS
ખેડા: જિલ્લાના કપડવંજ પાસે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં ૩ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અક્સ્માત બાદ કપડવંજ મોડાસા રોડ પર અજાણ્યો ટ્રક ચાલક ફરાર થયો હતો.
etv bharat kheda
ઘટનાની જાણ થતા કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલક કારનો કચ્ચરઘાણ વાળી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર પરિવાર આંકલાઇ ગામનો હતો. જે વહેલી સવારે બેસણામાં જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સ્વજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી.