ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા કલેક્ટરે પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી તંત્રની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો

ખેડા જિલ્લાના મહિજ ગામે છત્તીસગઢના પરપ્રાંતિય મજૂરો રોજગારી મેળવતા આવ્યા હતા જ્યારે મજુરોને કોઇ પણ જાતની મુશ્કેલી તકલીફ હોઇ ત્યારે ખેડા જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ હંમેશા સેવા માટે તત્‍પર હોય છે. તેમને એક પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

ખેડા કલેક્ટરે પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી તંત્રની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો
ખેડા કલેક્ટરે પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી તંત્રની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો

By

Published : May 18, 2020, 8:32 PM IST

ખેડાઃ જિલ્‍લામાં કોરોના મહામારીના પગલે લોકડાઉનને લઇને ફસાયેલા પર પ્રાંતિય શ્રમિકો માટે જિલ્લા કલેકટર આઇ.કે.પટેલ મહા માનવ પુરવાર થઇ રહ્યા છે. ત્યારે એક પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી વધુ એક વખત તંત્રની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો હતો.

​કોરોના મહામારીને લઇ દેશમાં 25મી માર્ચથી લોકડાઉનની પરિસ્‍થિતિ છે. લોકડાઉનની અમલવારીને કારણે ગુજરાતમાં દેશના વિવિધ પ્રાંતના કામ કરતા લોકો ફસાઇ ગયા હતા.

ખેડા કલેક્ટરે પરપ્રાંતિય મહિલાને ડિલીવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાવી તંત્રની સંવેદનશીલતાનો પરિચય કરાવ્યો

આ લોકો દ્વારા તેમને તેમના વતન જવા દેવાની માંગણી, રહેઠાણની માંગણી, બિમારીમાં સારવાર તથા ખોરાકની તકલીફ થાય ત્યારે ખેડા જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલ હંમેશા સેવા માટે તત્‍પર હોય છે. કોઇ પણ વ્‍યકિત તેમની યોગ્‍ય માંગણી કલેક્ટર સુધી પહોંચાડે તો શકય તેટલી ઝડપથી તેઓ તે વ્‍યકિતને મદદરૂપ થાય છે. જિલ્‍લા કલેક્ટર આઇ.કે.પટેલના પ્રયત્‍નોથી જિલ્લામાંથી પર પ્રાંતિયોને વતન જવા માટે 7 જેટલી સ્‍પે. ટ્રેનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી હતી.

ખેડા જિલ્લાના મહિજ ગામે છત્તીસગઢના પરપ્રાંતિય મજૂરો રોજગારી મેળવતા આવ્યા હતા. આ મજૂરોમાં એક 20 વર્ષીય સગર્ભા પમનીબેન ટંડન હતા. જેમની પ્રથમ ડિલીવરીની તારીખ ખુબજ નજીક આવી ગયેલી હોવાથી જિલ્‍લા કલેક્ટરને જાણ થતાં તેઓએ આ બહેનને તાત્‍કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા અને સિવિલ સર્જનને આ બેનની સફળ ડિલીવરી થાય તે જોવા જણાવ્‍યું હતું.

આ બહેનની નોર્મલ ડિલીવરી દ્વારા 2.700 કિ.ગ્રામના એક તંદુરસ્‍ત પુત્રને જન્‍મ આપતા બહેનના કુટુંબમાં ખુબ જ આનંદ વ્‍યાપી ગયો હતો. બહેને જણાવ્‍યું હતું કે, અમે મહિજથી નિકળ્યા ત્‍યારે મને સુવાવડનો સમય નજીક હતો, ખુબ જ તકલીફ પડતી હતી. પરંતુ વતન જવાની ઉતાવળ અને તેમાં સાથે કુટુંબની પણ ચિંતા હતી.

ખેડા જિલ્‍લા કલેક્ટર અમારા માટે મહા માનવ પુરવાર થયા છે. દેવદૂત બનીને અમને જે મદદ કરી છે તે માટે હું તથા મારું કુટુંબ સદા તેમના આભારી છીએ, કારણ કે અમે ઘણી જગ્‍યાએ કામ કરવા જઇએ છીએ પરંતુ આવા સત્તાધિશ જોયા નથી. જે તેમની ફરજો સાથે સાથે માનવ સેવાને પણ ઉજાગર કરે છે. જિલ્લા કલેક્ટરને સત સત નમન

ABOUT THE AUTHOR

...view details