- મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયો
- જિલ્લામાં કુલ 5591 રેશનકાર્ડ ધારકોને અગ્રતા ધરાવતા કુટુંબોનો સમાવેશ
- ખેડા જિલ્લામાં એન.એફ.એસ.એ ના કુલ 2,61,734 કાર્ડ છે,જેના કુલ લાભાર્થી 14,44,132 છે
આ પ્રસંગે મુખ્ય દંંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ અન્વયે ખેડા જિલ્લામાં 1009 દિવ્યાંગ લાભાર્થીઓ, 589 વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, 967 બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ શ્રમયોગીઓ, 1357 વિધવા સહાય મેળવતી બહેનોને અને 1669 નિરાધાર વૃધ્ધ સહાય યોજના લાભાર્થી મળીને કુલ 5591 રેશનકાર્ડ ધારકોને અગ્રતા ધરાવતા કુટુંબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.વધુમાં દંડકે જણાવ્યું હતું કે રાજ્યનો કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન સુએ એવી સંવેદનાથી લોકડાઉનમાં પણ જરૂરીયાત મંદ ગરીબ નાગરિકોને અન્ન સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિનામૂલ્યે અન્ન-વિતરણ કરાયું
ખેડા જિલ્લામાં એન.એફ.એસ.એ ના કુલ 2,61,734 કાર્ડ છે,જેના કુલ લાભાર્થી 14,44,132 છે જેમને એપ્રિલ 20 થી નવેમ્બર 20 સુધી એટલે કે આઠ મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા 34,369 રેશનકાર્ડ ધારક જેના લાભાર્થીની સંખ્યા 1,70,612 સર્વને ઘઉં, ચોખા, ચણા, ચણાદાળ, ખાંડ અને આયોડાઇઝ્ડ મીઠુંનું વિના મૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.