- દારૂનો ધંધો કરો છો તેમ કહી ધમકાવી રૂપિયાની માગણી કરી હતી
- બે મહિલા સહિત સાત લોકોની ટોળકી ઝડપાઈ
- મહેમદાવાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી
ખેડા: જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ખાતે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા મહિલા રહે છે. જેમના ઘરે બપોરના સમયે ગાડીમાંથી પાંચ પુરુષ અને બે મહિલા ઉતર્યા હતા. જેમણે અમે ગાંધીનગરથી આવ્યાં છીએ, તમારું નામ ટીવી અને પેપરમાં છાપી દઈશું, તમે દેશી દારૂનો ધંધો કરો છો, તેમ કહીને બચવું હોય તો રૂપિયા 15000ની માગણી કરી હતી તેમજ ધમકી આપી હતી. મહિલાએ પોતાના દિયર અને કુટુંબીજનોને બોલાવ્યાં હતા. જેથી તેમના દિયરે આ માણસો આવી રીતે જ તેમના ઘરેથી પણ 15000 રૂપિયા લઇ ગયા છે તેમ જણાવ્યું હતું. જેથી કુટુંબના બીજા માણસોને બોલાવી ટોળકીને ઝડપી પાડી હતી.
તમામ આરોપીઓ અમદાવાદના રહેવાસીઓ