- જિલ્લામાં સતત વધી રહેલા દર્દીઓ
- હાલ 181 દર્દીઓ દાખલ
- સ્વૈચ્છિક લોકડાઉન તેમજ રાત્રી કરફ્યૂનો અમલ
ખેડાઃ જિલ્લામાં દિવસેને દિવસે કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. રોજેરોજ વધતી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે. 11 એપ્રિલે ખેડા જિલ્લામાં નડીયાદમાં 15, ગળતેશ્વરમાં 6, ખેડામાં 5, માતરમાં 5, કઠલાલમાં 2, મહુધામાં 2, મહેમદાવાદમાં 2, ઠાસરામાં 1 અને વસોમાં 1 મળી કુલ 39 નવા દર્દીઓ નોંધાયા હતા.
ખેડામાં કોરોનાના વધુ 39 કેસ નોંધાયા હાલ 181 દર્દીઓ દાખલ
જિલ્લામાં 11 એપ્રિલે નવા 39 કેસ મળી અત્યાર સુધી કુલ 4259 કેસ નોંધાયા છે. જેમાંથી 4059 દર્દીઓને રજા આપવામાં આવી ચૂકી છે. જ્યારે હાલ 181 દર્દીઓ દાખલ છે.
આ પણ વાંચોઃખેડા સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી, પોઝિટિવ યુવાનને દાખલ ન કર્યો
સ્વૈચ્છિક લોકડાઉન તેમજ રાત્રી કરફ્યૂનો અમલ
વધતા જતા કોરોના સંક્રમણને લઈને ખેડા જિલ્લાના નડિયાદ તેમજ કપડવંજમાં ચાર વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ કરવામાં આવી રહી છે. તેમજ નડિયાદમાં રાત્રે આઠ વાગ્યા બાદ રાત્રિ કરફ્યૂનો પણ અમલ કરાવવામાં આવી રહ્યો છે.
રસીકરણ ઝડપી બનાવાયું
જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને તંત્ર દ્વારા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવી રહ્યો છે. સાથે જ જિલ્લામાં રસીકરણ ઝડપી બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં રસીકરણ ઝુંબેશ શરૂ કરાયો છે. 11 એપ્રિલથી ટીકા મહોત્સવની પણ શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃખેડા જિલ્લામાં કોરોનાથી 4ના મોત, વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા
સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અપીલ
જિલ્લામાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નિયમ પાલનમાં સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. લોકો માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને કામ સિવાય ઘરની બહાર ના નીકળે તે માટે અપીલ કરવામાં આવી રહી છે.