ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા - corona death in kheda

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. ત્યારે ખેડા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં દર્દીઓની સંખ્યા રોજે રોજ વધી રહી છે. ગુરુવારે જિલ્લામાં નડીયાદમાં 131 સહિત કુલ 183 નવા કેસો નોંધાયા છે.

ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા
ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા

By

Published : May 7, 2021, 2:10 PM IST

  • જિલ્લામાં સંક્રમણમાં સતત વધારો
  • વધુ નવા 183 કેસ નોંધાયા
  • હાલ કુલ 1,063 દર્દીઓ દાખલ

ખેડાઃસમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે. ત્યારે ખેડામાં પણ કેસ વધતા જોવા મળી રહ્યા છે.જિલ્લામાં નડીયાદમાં-131 કેસ, મહેમદાવાદમાં-15 કેસ, કઠલાલમાં-12 કેસ, મહુધામાં-7 કેસ, વસોમાં-7 કેસ, કપડવંજમાં -4 કેસ, માતરમાં-4 કેસ, ખેડામાં -2 કેસ, ઠાસરામાં-1 કેસ મળી, ગુરુવારના રોજ કુલ 183 પોઝિટિવ કેસો નોંધાયા છે.

ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા

આ પણ વાંચોઃયાત્રાધામ ડાકોરમાં વધતું કોરોનાનું સંક્રમણ, વૃદ્ધાશ્રમમાં 9 લોકો કોરોનાથી પ્રભાવિત

જિલ્લામાં હાલ કુલ 1,063 દર્દીઓ દાખલ

જિલ્લામાં અત્યાર સુધી કુલ 7,323 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 6,233 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 1,063 દર્દીઓ વિવિધ હોસ્પિટલ્સમાં સારવાર હેઠળ દાખલ છે.

આ પણ વાંચોઃખેડામાં કોરોનાનો ચિંતાજનક વધારો, 34 નવા કેસ નોંધાયા

જિલ્લામાં 2,72,686 નાગરિકોનું રસીકરણ કરાયું

જિલ્લામાં ઝડપથી વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને તંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવામાં આવ્યું છે. જિલ્લામાં 45 વર્ષથી ઉપરના કુલ 2,72,686 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ખેડા જિલ્લામાં વધુ 183 કોરોના કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details