- ભાજપમાં નવા સંગઠનની રચનાને લઈ વધી રહેલો અસંતોષ
- શહેર ભાજપ બાદ કઠલાલ તાલુકા ભાજપ સંગઠનની નવી રચનાને લઈ અસંતોષ
- કઠલાલ તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત 40 કાર્યકરોના રાજીનામા
ખેડા : એક તરફ જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભારતીય જનતા પક્ષ દ્વારા ટર્મ પુરી થતા નવા હોદ્દેદારની નિમણુંક કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં અસંતોષ સામે આવી રહ્યો છે. ખેડા શહેર ભાજપ બાદ હવે કઠલાલ તાલુકા ભાજપ સંગઠનના નવા નિમાયેલા સભ્યોની નિમણુંક બાબતે અસંતોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ તાલુકા ભાજપ સંગઠનમાંથી જિલ્લા ભાજપ કાર્યાલયે 40 કાર્યકરો દ્વારા રાજીનામાં આપવામાં આવ્યા હતા.
ખેડામાં નવા સંગઠનની રચનાને લઈ ભાજપમાં અસંતોષ,કઠલાલ તાલુકા સંગઠને આપ્યા રાજીનામા હોદ્દેદારો સહિત 40 જેટલા કાર્યકરોએ આપ્યા રાજીનામા
કઠલાલ તાલુકા સગઠનમાંથી 12 જેટલાં હોદ્દેદારો સહિત સગઠનના ઉપપ્રમુખ, મંત્રી,શક્તિ કેન્દ્ર પ્રમુખ, યુવા મોરચા ઉપપ્રમુખ સહિત 40 જેટલાં કાર્યકરોએ રાજીનામાં આપતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાલ તો કઠલાલ તાલુકાના જુના કાર્યકરોમાં નવી નિમણુંકને લઈ અસંતોષ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
ખેડામાં નવા સંગઠનની રચનાને લઈ ભાજપમાં અસંતોષ,કઠલાલ તાલુકા સંગઠને આપ્યા રાજીનામા ખેડામાં નવા સંગઠનની રચનાને લઈ ભાજપમાં અસંતોષ,કઠલાલ તાલુકા સંગઠને આપ્યા રાજીનામા અમને વિશ્વાસમાં લીધા વિના નિમણુંક કરતા ચૂંટણીઓમાં મોટો ફટકો પડશે
કઠલાલ તાલુકા સંગઠનના લખનસિંહ ડાભીના જણાવ્યા અનુસાર તાલુકા સંગઠનમાં પ્રમુખ અને મહામંત્રીની જે નિમણુંક કરવામાં આવી છે, તે અમોને વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવી છે. જેને ભાજપ પ્રત્યે કંઈ જ નથી તેવા લોકોને હોદ્દો આપવામાં આવેલ છે જેને લઈ રાજીનામાં આપ્યા છે. વિશ્વાસમાં લીધા વગર જે નિર્ણય કરાયો છે, તેને લીધે આવનારા સમયમાં ચૂંટણીઓમાં મોટો ફટકો પડશે.
ખેડામાં નવા સંગઠનની રચનાને લઈ કઠલાલ તાલુકા સંગઠને આપ્યા રાજીનામા