- સેવાલિયા પોલિસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
- વિદેશી દારૂ તેમજ ટેમ્પો સહિત 43 લાખનો મુદ્દામાલ જપ્ત
- ટેમ્પો ચાલક સહિત બે ઈસમોની કરાઈ ધરપકડ
ખેડાઃ જિલ્લાના સેવાલિયા પાસે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરથી વિદેશી દારૂ ભરી લઈ જતો આઈસર ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો છે. સેવાલિયા પોલિસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી દરમિયાન ટેમ્પો તેમજ વિદેશી દારૂના જથ્થા સહિત 43 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડા પાસે અમદાવાદ ઈન્દોર હાઈવે પરથી 33 લાખનો વિદેશી દારૂ ઝડપાયો ટેમ્પોમાંથી 33 લાખથી વધુનો વિદેશી દારુ ઝડપાયો
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર નવી ચેકપોસ્ટ પર પોલિસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમી મુજબનો એક આઈસર ટેમ્પો આવતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓનો મોટો જથ્થો ભરેલો હોવાનું જણાઈ આવ્યું હતું. પોલિસ દ્વારા ટેમ્પોમાંથી 33 લાખ 30 હજારની કિંમતનો વિદેશી દારૂની 6 હજાર 660 બોટલોનો જથ્થો તેમજ ટેમ્પો સહિતનો 43 લાખ 84 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સેવાલિયા પોલિસ દ્વારા ટેમ્પો ચાલક સહિત બે ઈસમોની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અગાઉ પણ વિદેશી દારુ સાથે કંટેઇનર ઝડપાયુ હતુ
મહત્વનું છે કે, તાજેતરમાં જ ગત સપ્તાહે આ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ભરેલું કંટેઇનર સેવાલિયા પોલિસ દ્વારા ઝડપાયું હતું. ત્યારે ગણતરીના દિવસોમાં જ પોલિસ દ્વારા ફરીથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જે જીલ્લામાં દારૂની હેરાફેરી બેફામ બની હોવા તરફ ઈશારો કરે છે.