ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 38.10 લાખ રોપાઓનું વાવેતર કરાયું - etv bharat

ખેડા: વૃક્ષ વૈભવમાં વઘારો કરવા વધારો કરનાર કુદરતી ભેટ છે. ખેડા સામાજિક વનિકરણ વિભાગે 38.10 લાખથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે. જે 2017ની ગણતરી મુજબ ખેડા જિલ્લામાં પ્રતિ હેકટર 44 વૃક્ષોનું વાવેતર છે. તેથી ખેડામાં 70માં વન મહોત્સવ નિમિતે જિલ્લાને વૃક્ષોનો વધારો વધુ હરિયાળું બનાવશે.

ખેડા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા 38.10 લાખ રોપાઓનું વાવેતર કરાયું

By

Published : Aug 4, 2019, 9:08 AM IST

દેશમાં વિકાસની સ્‍થિરતા માટે જેટલી જરૂર માનવ વસતિના નિયંત્રણની છે, તેટલી જ જરુરિયાત કુદરતી સંપતિના નિયંત્રણની સર્વત્ર વાતાવરણમાં અસમતુલા જોવા મળે છે. પર્યાવરણની સમતુલામાં વૃક્ષ મહત્વનું પરિબળ છે.

આ મહત્વને જાળવી રાખવા માટે ખેડા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષનું પ્રમાણ વધારવા માટે રોપાઓનું વાવેતર કરવામાં આવે છે. આ ઉપરાંત ગૌરવની વાતએ છે કે, ચોમાસાના પ્રારંભે દેશભરમાં ઉજવાતો વન મહોત્સવ ગુર્જર રત્ન કનૈયાલાલ માણેકલાલ મુનશીની ભેટ છે.

મદદનીશ વનસંરક્ષક એમ.એસ.પટેલે જણાવ્યું હતું કે, ખેડા જિલ્‍લામાં વર્ષ 2017માં વૃક્ષ ગણતરી કરતાં પ્રતિ હેકટર 44 વૃક્ષો માલુમ પડયા છે. ગત વર્ષ 2012માં થયેલ વૃક્ષ ગણતરીમાં 35 વૃક્ષો હતા. જે મુજબ પાંચ વર્ષમાં 26 ટકા જેટલો વઘારો નોંધાયો છે. જિલ્‍લાના ભૌગોલિક વિસ્‍તાર 3,36,744 હેકટરમાં અંદાજે 148.17 લાખ વૃક્ષો નોંધાયા છે.

ખેડા સામાજિક વનીકરણ વિભાગ આ વર્ષે 70માં વનમહોત્‍સવ હેઠળ વિતરણ માટે જિલ્‍લાની 69 નર્સરીઓમાં અંદાજે 38.10 લાખ જેટલા રોપાઓનો ઉછેર કર્યો છે. નર્સરીઓમાં ઉછેરવામાં આવેલી આ લીલી લક્ષ્‍મી હરિત સંખ્‍યામાં 56 જેટલી વિવિધ પ્રકારની વૃક્ષ પ્રજાતિઓ, ફુલ છોડ તેમજ અન્‍ય વનસ્‍પતિઓના રોપાઓનો કાળજીપૂર્વક ઉછેર કરવામાં આવ્યો છે.મદદનીશ વનસંરક્ષક એમ.એસ.પટેલના જણાવ્‍યા મુજબ, ખેડા જિલ્‍લામાં 70માં વન મહોત્‍સવ નિમિત્તે વનવિભાગ દ્વારા 38 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણને હરિયાળુ બનાવવા સાથે જિલ્‍લાના વૃક્ષ વૈભવમાં વધારો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details