ખેડા: જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. ત્યારે જિલ્લામાં નવા 10 કેસો આવતા કોરોનાના કેસોની કુલ સંખ્યા 1379 થવા પામી છે. જેમાં નડિયાદમાં 3, મહેમદાવાદમાં 2, વસોમાં 2 તેમજ કપડવંજ, ઠાસરા અને ખેડામાં 1-1 કેસ મળી નવા 10 કેસ નોધાયા છે.
ખેડામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા, કુલ આંક 1379 પર પહોંચ્યો - ખેડામાં કોરોનાના નવા 10 કેસ નોંધાયા
ખેડા જિલ્લામાં દિવસે દિવસે નવા કેસો સામે આવતા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો વધતો જઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં નવા 10 કેસો આવતા કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 1379 પર પહોંચ્યો છે. જોકે, જિલ્લામાં દર્દીઓના વધવાના દરમાં ઘટાડો સતત જળવાઈ રહ્યો છે.
ખેડા
અત્યાર સુધી જિલ્લામાં કુલ 1379 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 1302 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ કુલ 62 દર્દીઓ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 21717 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 20472 નેગેટિવ અને 1379 પોઝિટિવ જ્યારે 105 સેમ્પલના રિઝલ્ટ પેન્ડીંગ છે. જોકે, જિલ્લામાં સઘન કાર્યવાહીને પગલે દર્દીઓના વધવાના દરમાં ઘટાડો સતત જળવાઈ રહેલો જોવા મળ્યો છે.