રાજસ્થાનના એક વેપારીને સસ્તા ભાવે ડોલર આપવાની લાલચ આપીને 5 લાખ રૂપિયા લઇને આરોપીઓ દ્વારા ઠાસરા તાલુકાના મંજીપુરા ગામમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓએ વેપારીને લઇને મંદિર જતા રસ્તામાં નકલી પોલીસ બનીને આવેલા ગેંગના સાગરીતોએ વેપારીને દંડાથી માર મારીને 5 લાખ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી હતી.
ખેડામાં 5 લાખ રૂપિયાની થયેલી લૂંટમાં આરોપી ઝડપાયો - gujaratinews
ખેડા: જિલ્લામાં આવેલા ઠાસરાના મંજીપુરામાં વેપારીને સસ્તા ભાવે ડોલરની લાલચ આપીને નકલી પોલીસ બની 5 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. આ મામલામાં ખેડા LCB દ્વારા લૂંટ કરનાર ગેંગના એક સાગરીતને ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ અન્ય આરોપીઓને ઝડપવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડાના મંજીપુરામાં 5 લાખ રૂપિયાની થયેલી લૂંટમાં આરોપી ઝડપાયો
આ મામલામાં ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં તપાસ દરમિયાન ખેડા LCB દ્વારા લૂંટ કરનાર ગેંગના મુખ્ય આરોપી વિકાસ તળપદાને ઝડપીને અન્ય આરોપીઓને પકડવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Last Updated : Jul 23, 2019, 1:36 PM IST