કાળીજીરીના પાકમાં રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના છંટકાવની જરૂર રહેતી નથી. પ્રતિ વીઘાએ 10થી 18 મણ સુધીનું ઉત્પાદન થાય છે. જેનો પ્રતીમણ 2,500થી 4,000 સુધીનો બજાર ભાવ મળી રહે છે. 90 થી 100 દિવસમાં તૈયાર થતા કાળીજીરીના પાકમાં પિયત સિવાય અન્ય ખર્ચ થતો નથી. જેથી અન્ય ખેડુતોને પણ નવીનતમ વાવેતર કરવાથી બજાર ભાવ પણ સારા મળી રહે અને ટુંકા ગાળાના પાકમાં ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવી શકાય છે.
યુવા ખેડૂતે ઓછા ખર્ચે કાળીજીરીનું વાવેતર કરી મેળવ્યું સારૂ ઉત્પાદન - product
જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં ખુબ ઓછા પ્રમાણમાં કાળીજીરીનું વાવેતર થતું હતું. હાલ ખેડૂતોએ તેનું વાવેતર કરવાનું શરૂ કર્યું છે, ત્યારે કઈંક અલગ વાવેતર કરી ઓછા ખર્ચે સારૂ ઉત્પાદન મેળવવા કેશોદ તાલુકાના પીપળી ગામના પ્રગતીશીલ યુવા ખેડુત રામ મયુરભાઈએ આશરે બે વિઘામાં કાળીજીરીનું વાવેતર કર્યુ છે.
Junagadh
ખાસ કરીને કાળીજીરી દવામાં ઉપયોગ કરવામાં આવે છે અને દેશી દવામાં તેમનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ કાળીજીરી દેશી ફાકી બનાવવાના ઉપયોગમાં આવે છે. આ કાળીજીરીનું વાવેતર અમુક જગ્યાએ જ જોવા મળે છે. જ્યારે તેની ખાસીયત એ હોય છે કે, કાળીજીરીમાં જંતુનાશક દવાનો છંટકાવ ઓછો કરવામાં આવતો હોવાથી આ કાળીજીરી ફાયદારૂપ મનાઇ રહી છે.