સમગ્ર વિશ્વના લોકો વિશ્વ સંગીત દિવસ મનાવી રહ્યા છે. ભારતમાં પણ સંગીતનો એક અનોખો અને આગવો ઈતિહાસ છે જે સમગ્ર વિશ્વને વિચારતો કરી મૂકે તેવો વારસો છે. ભારતમાં ખૂબ મોટા ગજાના કહી શકાય તેવા સંગીતકારો કે જેનું નામ અને તેની કલાના કદરદાનો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ગુજરાતની જ વાત કરીએ તો માણભટ્ટ એક લોકમુખે ચર્ચાતુ નામ છે માણને પણ વગાડીને સંગીત ઉત્પન્ન કરી શકાય આવા વિચાર ગુજરાતમાંથી જ આવે. માત્ર વિચાર નહિ આ વિચારને ફળીભૂત કરી માણ પણ એક સંગીતનું સાધન છે સંગીતનું વાદ્ય છે તેને સમગ્ર વિશ્વ સમક્ષ મુકવાનું ગૌરવ ગુજરાતને જાય છે.
વિશ્વ સંગીત દિવસઃ ભારતમાં પણ સંગીતનો અનોખો ઈતિહાસ - gujarati news
જુનાગઢઃ વિશ્વ સંગીત દિવસના દિવસે સમગ્ર વિશ્વના સંગીત સાધકો આ દિવસને સુરના દિવસ તરીકે મનાવી રહ્યા છે. ભારતીય રાજ્ય સત્તા હોય કે શાળામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ પ્રાચીનથી લઈને અત્યાર સુધી હજુ પણ શાળામાં અભ્યાસક્રમની શરૂઆત સંગીતમય પ્રાર્થનાથી આજે પણ થતી જોવા મળે છે, તે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલામાં સંગીતનું શું મહત્વ છે તેનું ઉદાહરણ આપી જાય છે.
સંગીતના દિવસે કોકિલકંઠી લતા મંગેશકરને કેમ ભૂલી શકાય. આજે પણ લતાજીનું સંગીત અને તેના સંગીતના ચાહકો દુનિયાના ખૂણેખૂણામાં જોવા મળે છે. ઉસ્તાદ ઝાકીર હુસેને તબલા પર આંગળીઓ જ નહીં પરંતુ, એ આંગળીઓથી એવો સ્વર પેદા કર્યો કે ઈશ્વર પણ બોલી ઉઠે કે વાહ ઉસ્તાદ ઝાકીર હુસેનની આંગળીઓ તબલા પર એવી રીતે ફરતી કે સંગીત ખુદ આપોઆપ ઉત્પન થતું અને સંગીત ચારે તરફ રેલાતું હોય તેઓ અહેસાસ થતો હતો. હરિપ્રસાદ ચોરસિયા એક વાંસના ટુકડાને પોતાના હોઠે લગાડીને જે પ્રકારે સંગીતની સુરાવલીઓ વહાવી છે તેનો આજે પણ કોઈ તોડ નથી ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પણ સૌરાષ્ટ્રનો એક મધુર સંગીત વાધ્ય પર મહારથ હાંસલ કરી કે શરણાઈના સુર આજે પણ આંખ બંધ કરો અને કર્ણ પટલ પર ગુંજતા થાય શરણાઈએ સૌરાષ્ટ્રનું સંગીત વાધ્ય છે શરણાઈ અને ગુજરાતને એક અનોખો નાતો છે એ શરણાઈ ને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવાનું બહુમાન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને જાય છે પંડિત જસરાજ માત્ર ભારત જ નહીં.
ભારતના સીમાડા ઓળંગીને સંતૂર એવી રીતે મગ્ન થઈને વગાડતા કે સંતુરના દિવાના આજે સમગ્ર યુરોપના લોકો છે સંતુરમાંથી નિકળતા શુરો યુરોપના લોકોને પણ મારધાળ વાળા સંગીતમાંથી મુક્તિ અપાવીને સાચા સંગીતની દિશામાં વિચારતા કરવાની એક તક આપી છે. પંડિત જસરાજ પણ ભારતનું ઘરેણું છે એ ઘરેણું ભારતને સંગીતના સૂરમાંથી જ પ્રાપ્ત થયું છે આવા અનેક નામી-અનામી કલાકારો છે જે ભારતની ભૂમિ પર જન્મ લઇ સામાન્ય પરિવારમાંથી આવીને સંગીતના એક એવા ઉચ્ચ કોટિના સાધકોને બનીને બહાર આવ્યા છે. આવા સાધકોએ માત્ર સંગીતનો જ નહી માત્ર સંગીત વાધ્યોનો નહીં પરંતુ સંગીત કુદરતની દેન છે અને કુદરતની આ દેનનો સમગ્ર વિશ્વને ભેટો કરાવ્યો અને તેનું બહુમાન ભારતની ભૂમિને મળે છે એનાથી મોટો સંગીત દિવસ ભારત માટે બીજો હોઈ શકે ખરો ?
ભારતની રાજસત્તા હોય કે ભારતનું શિક્ષણ હોય ભારતમાં રાજા રજવાડાના શાસનો પણ હતા. ભારતમાં ફિરંગીઓ રાજ પણ હતું અને હાલમાં ભારતમાં સ્વદેશી સ્વરાજ છે ત્યારથી લઈને અત્યાર સુધી સંગીત રાજસત્તાનું માધ્યમ હતું અને આજે પણ છે સંગીતની વાત આવે ત્યારે તાના અને રીરી કેમ ભુલાય મેઘ મલ્હાર રાગથી કુદરતને વરસાદના રૂપમાં અવતરણ કરવું પડે સાહેબ આ સંગીતની સાધના કંઈ કમ છે ખરી મેઘ મલ્હાર રાગને ગાવાથી અને તેની શક્તિથી કુદરતને પણ વરસાદ રૂપે આ ધરતી પર અવતરણ કરવું પડે છે. તાનસેનનું નામ પડે એટલે ભલભલા શાસક પોચા મીણ જેવો થઈને રાજ દરબારમાં હાજર થઈ જાય તાનસેનના સૂર એટલી હદે લોકોને ડોલાવી શકતા હતા કે જેને ક્રૂર શાસકોમાં ગણવામાં આવતા હતા તેવા ક્રૂર શાસકો પણ તાનસેનના સુરની સામે મીણની માફક પીગળેલા જોવા મળતા હતા.