આજે વિશ્વ સિંહ દિવસને લઈને સાસણ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વરસતા વરસાદમાં શાળાના બાળકો દ્વારા રેલી કાઢીને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાસણ ખાતે ઉજવણી દરમિયાન તાલાલાના આદિવાસીઓ દ્વારા તેમનું વિશ્વ વિખ્યાત ધમાલ નૃત્ય કરીને સિંહના સંવર્ધન અને અને તેની સલામતીને લઈને લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.
સાસણમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ - Gujaratinews
સાસણ: સાસણ ગીર ખાતે શનિવારના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિદ્દી આદિવાસીઓ દ્વારા નૃત્ય કરીને સિંહની સલામતી અને તેના સંવર્ધન માટે લોકો અને શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
sasan
આ અવસરે વન વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત લોકો તેમજ ખેડૂતોએ સિંહના સંવર્ધન અને તેની સલામતીને ધ્યાને રાખીને સિંહના સંવર્ધનમાં તેમનું યોગદાન આપવા હાકલ કરી હતી. તેમજ સિંહ સંવર્ધન અંગે વિવિધ માહિતી આપી હતી.