જૂનાગઢ મનપાની ચૂંટણી આગામી 21મી જુલાઈના રોજ યોજાશે. ચૂંટણી પૂર્વે મનપાના શાસકો સામે વિરોધ બહાર આવી રહ્યો છે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 11માં આવેલા ગોકુલનગર વિસ્તારની કેટલીક મહિલાઓ છેલ્લા ઘણા સમયથી સફાઈ, ભ્રષ્ટાચાર નાબુદી તેમજ અન્ય સમસ્યાઓ અંગે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. તેમ છતાં હજુ સુધી સફાઈ સહિતની એક પણ સમસ્યાનું કોઈ નિરાકરણ કરાયુ નથી.
ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ - awareness
જૂનાગઢઃ ગોકુલનગર વિસ્તાર સફાઈ તેમજ ભ્રષ્ટાચાર નાબુદી માટે સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ કરાયો છે. આ વિરોધ અનોખો હતો. કારણ કે, મહિલાઓએ બેન્ડબાજાથી તંત્રની નિષ્ક્રિયતા અંગે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગોકુલનગરની મહિલાઓએ બેન્ડવાજા સાથે કર્યો વિરોધ
આ મહિલાઓએ બેન્ડવાજા સાથે તેમના વિસ્તારમાં ફરીને મનપાના ઉદાસીન તંત્ર સામે વિસ્તારના તમામ લોકો જાગૃત બનવા અપીલ કરી હતી. તેમજ જે વિસ્તારમાં નગરસેવક કામ ન કરતાં હોઈ તેમને આ ચૂંટણીમાં ઘરભેગા કરવાની ઝુંબેશ શરુ કરી છે.