જુનાગઢના કેશોદના ગેલાણા ગામે સીમ વિસ્તારમાં ખેતરના ઘાસમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પ્રાથમિક તપાસમાં મહિલાનું નામ વંદનાબેન કરશનભાઈ સેજાણી ઉંમર 32 વર્ષીય હોવાનું સામે આવ્યું હતું.
કેશોદમાં ગેલાણા ગામની વાડીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો - etv bharat news
કેશોદ: ખેતરના ઘાસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેની તપાસમાં મહિલાને તેના ભાઈઓ સાથે જમીન વિવાદ ચાલતો હોવાનો ખુલાસો થયો છે. કેશોદ પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ હાથ ધરી હતી. જો કે હાલ મૃત્યુનું કારણ અકબંધ છે.
કેશોદમાં ગેલાણા ગામની વાડીમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
વધુમાં મહિલાએ પોતાની બહેનને ફોન દ્વારા જાણ કરી હતી કે તે ઘાયલ હાલતમાં વાડીમાં છે. જેથી 108 દ્વારા જાણ કરાઇ હતી પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઉપરાંત મહિલાને તેના ભાઈ જોડે જમીન વિવાદ ચાલતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે મહિલાના મૃતદેહને PM અર્થે મોકલ્યો છે. પરંતુ જમીન વિવાદે મહિલાની હત્યા થઇ હોવાની શંકા જતા પોલીસે તપાસ હાથ ધરી છે.